Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા:લાકડીઓ લઈને પાછળ દો્ડયા, મહિલાઓની ટીંગાટોળી કરી; દિલ્હી જંતર-મંતરના સુરત-અમદાવાદમાં પડઘા

    1 day ago

    દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા સુરત, અમદાવાદમાં પણ જોવા મળ્યા છે. અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરો પર પોલીસે કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં આજે 20 જુલાઈના યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ આંદોલનકારીઓ પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. વાંગચુકના સમર્થનમાં એકત્ર થયેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જયારે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છે. દિલ્હીના આંદોલનના પડઘા અમદાવાદમાં પડ્યા દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યાં આ મુદ્દે સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દિલ્હીમાં લાંબા સમયના વિરોધ છતાં હજી સુધી શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં ન આવતા તેના જ આક્રોશ સ્વરૂપે અમદાવાદ-સુરતમાં આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મહિલાઓની ટીંગાટોળી કરાઈ અને દોડધામના દ્રશ્યો સર્જાયા પરવાનગી ન હોવા છતાં કેટલાક યુવાનો બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક અને બેનરો સાથે હેપ્પી સ્ટ્રીટ પહોંચી ગયા હતા. તેમણે શિક્ષણમંત્રી વિરૂદ્ધ નારા લગાવવાનું શરૂ કરતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસને જોઈને પ્રદર્શનકારી યુવાનો ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસે તેમની પાછળ દોડી દોડીને શોધખોળ કરી અટકાયત કરી હતી. આ દરમિયાન રસ્તા વચ્ચે બેસીને નારા લગાવતી મહિલાઓની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી, જે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
    Click here to Read More
    Previous Article
    લાઠીચાર્જ વચ્ચે સંસદ તરફ આગળ વધ્યા પ્રદર્શનકારીઓ:આખી રાત જંતર-મંતર પર અડગ રહ્યા, ફૂટપાથ પર જ સૂતા; 20 PHOTOSમાં કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન
    Next Article
    ગોંડલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:પતિ-પત્ની ઝડપાયા, 9.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment