Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:પતિ-પત્ની ઝડપાયા, 9.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નીલિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ, મિલકત સંબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન ગોંડલના નવાગામ ખાતે થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક શાતિર પતિ-પત્નીની જોડીને ઝડપી પાડી છે. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, ઓટો રીક્ષા સહિત કુલ રૂ. 9.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગત 10 જુલાઈ 2026 ના રોજ સુલતાનપુર પોલીસ સ્ટેશન હેઠળના નવાગામ લીલાખા રોડ પર રહેતા રસિકભાઈ લાલજીભાઈ રાઠોડના બંધ મકાનમાંથી દિવસના ભાગે તાળા તોડી, સેટીમાં રાખેલા આશરે સાડા સાત લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યની ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ 'નેત્રમ' શાખાના કેમેરા ચેક કર્યા હતા. બાતમીદારો પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે, ગુન્હાના સમયે શંકાસ્પદ રીતે હિલચાલ કરતી એક ઓટો રીક્ષા (નંબર: GJ-08-AT-7870) પોલીસના રડારમાં આવી હતી. 'ઇ-ગુજકોપ' એપ્લિકેશન દ્વારા તપાસ કરતા આ રીક્ષા રવિ રમેશભાઈ આધરોજીયાની હોવાનું ખુલ્યું હતું, જે અગાઉ રાજકોટ સીટીના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુન્હામાં પકડાઈ ચૂક્યો હતો. પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી વોચ ગોઠવીને ભરૂડી ટોલનાકા પાસેથી ઓટો રીક્ષા સાથે આરોપી પતિ-પત્ની રવિ રમેશભાઈ આધરોજીયા અને તેની પત્ની રમા ઉર્ફે પૂજાને પકડી પાડ્યા હતા. તેમની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી રવિ રમેશભાઈ આધરોજીયા (ઉંમર 20 વર્ષ, રહે. સરકારી હોસ્પિટલ ચોક ઓવરબ્રીજ નીચે, રાજકોટ) અને તેની પત્ની રમા ઉર્ફે પૂજા (ઉંમર 25 વર્ષ) છે. આરોપી રમા ઉર્ફે પૂજા વિરુદ્ધ જામનગર, રાજકોટ શહેર, ઘોઘા રોડ અને નીલમબાગ સહિતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 12 જેટલા ચોરી અને ઘરફોડ ચોરીના ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે. આ શાતિર બેલડીની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ ઓટો રીક્ષા લઈને અલગ-અલગ રહેણાંક વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિના બહાને રેકી કરતા હતા. બપોરના સમયે જે મકાનો બંધ જોવા મળે, તેને નિશાન બનાવી લોખંડના સળિયા વડે તાળા તોડી ચોરીને અંજામ આપતા હતા. તેઓએ આ સિવાય ગોંડલ આશાપુરા ચોકડી પાસે અને ગોંડલના જામવાડી ગામ પાસે પણ બંધ મકાનોના તાળા તોડી ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે આ બંને પતિ-પત્ની પાસેથી સોનાના દાગીના (50 ગ્રામ 33 મિલીગ્રામ) – કિંમત રૂ. 7,18,000/-, ચાંદીના દાગીના (617 ગ્રામ 36 મિલીગ્રામ) – કિંમત રૂ. 93,340/-, ઓટો રીક્ષા (GJ-08-AT-7870) – કિંમત રૂ. 1,00,000/- અને એન્ડ્રોઇડ મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ. 9,23,340/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા:લાકડીઓ લઈને પાછળ દો્ડયા, મહિલાઓની ટીંગાટોળી કરી; દિલ્હી જંતર-મંતરના સુરત-અમદાવાદમાં પડઘા
    Next Article
    મોરબીમાં ઘરમાંથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું:SOGએ 1.09 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment