Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાની સમોસાની લારી પર પૂર્વ પ્રેમીએ હોબાળો મચાવ્યો:ભાવનગરમાં બંને સાથેના ફોટા માગતા મહિલાએ ઇનકાર કરતાં શખ્સ ઉશ્કેરાયો, જીવતી નહિ મુકુંની ધમકી આપી

    2 days ago

    ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં ગત રાત્રે આશરે સાડા આઠ વાગ્યે સમોસાની લારી પર રહેલી એક મહિલા પાસે તેના પૂર્વ પ્રેમીએ એકસાથે પાડેલા ફોટા માગ્યા હતા. મહિલાએ ફોટા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પીડિતાની ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસ મથકમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો ને બંને વચ્ચે વાતચીત બંધ થઈ સુભાષનગરમાં રહેતી મહિલા અને તે જ વિસ્તારના વાઘેલાવાળા ખાંચામાં રહેતા રોહિત ઉર્ફે રૂતીક વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી શખ્સ શંકા-વહેમ રાખતો હોવાથી બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. 'મગજ ખરાબ ન કર, નહીંતર જીવતી નહીં મૂકું' ઘટનાના દિવસે મહિલા પોતાની માતા સાથે સમોસાની લારી પર હાજર હતી ત્યારે રોહિત ત્યાં પહોંચ્યો હતો અને બંનેના સાથેના ફોટા માગ્યા હતા. ઇનકાર કરવા પર આરોપીએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે તેને અન્ય વ્યક્તિ સાથે પણ માથાકૂટ ચાલે છે, તેથી તેનો મગજ ખરાબ ન કરે નહીંતર જીવતી નહીં મૂકે. આ ધમકી આપીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાઈ ઘોઘારોડ પોલીસે મહિલાની અરજીના આધારે આરોપી રોહિત ઉર્ફે રૂતીક સામે BNS કલમ 352 અને 351(3) હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ:રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ; બેરીકેડ તોડવા પર પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ
    Next Article
    Rohit Sharma Ends Silence On Retirement Rumours, Shuts Down 'Outside Noise' In Explosive Interview

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment