Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ:રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ; બેરીકેડ તોડવા પર પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ

    2 days ago

    પોલીસે સોમવારે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો. જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને ઘણા લોકોના માથા પણ ફૂટી ગયા છે. જોકે, પોલીસે આ વાતનો ઇનકાર કર્યો છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જંતર-મંતરથી સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં ઘૂસી ગયા. ઘણા લોકો બેરિકેડિંગ તોડીને પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છે. ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. દિલ્હી પોલીસ અને RAFના જવાનો ઘટનાસ્થળે તૈનાત છે. પોલીસનું કહેવું છે કે માર્ચ માટે પરવાનગી આપવામાં આવી નથી. બીજી તરફ, CJPના સ્થાપક અભિજીત દીપકે કહ્યું કે અમને કોઈ રોકી શકશે નહીં. સંસદ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે. બીજી તરફ, 23 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા માટે 3 શરતો મૂકી છે. પહેલી- સરકાર શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીકની જવાબદારી લે. બીજી- CJP પ્રતિનિધિમંડળને સંસદ જવા દેવામાં આવે અને સાંસદો મુદ્દો ઉઠાવવાનો ભરોસો આપે. ત્રીજી- સ્વાસ્થ્ય કારણોસર આવું શક્ય ન હોય તો સાંસદો સફદરજંગ હોસ્પિટલ આવીને આ જ આશ્વાસન આપે. CJPનો જંતર-મંતરથી સંસદ સુધીનો માર્ચ રૂટ અમદાવાદમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ લો ગાર્ડન પાસે હેપ્પી સ્ટ્રીટ પાસે NEET પેપર લીક મુદ્દે, સોનમ વાંગચૂકના સમર્થનમાં અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા પ્રદર્શનકારીઓની પોલીસે દોડાવી દોડાવી અટકાયત કરી છે. ભાજપ હાય હાય અને ધર્મેન્દ્ર પ્રદાન રાજીનામું આપે તેવી માગ સાથે પ્રદર્શનકારીઓ બેનર સાથે રસ્તો પર આવી ગયા હતા. જેથી ACP સહિતના અધિકારીઓએ દોડાવી દોડાવી પ્રદર્શનકારીઓને વિરોધ કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ DCP સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર… પ્રદર્શનની તસવીરો જંતર-મંતર પર પ્રદર્શનથી સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભામાં ખડગે બોલ્યા- જંતર-મંતર પર લાઠીચાર્જ થયો:લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે; બંને ગૃહની કાર્યવાહી 12.30 વાગ્યા સુધી સ્થગિત
    Next Article
    મહિલાની સમોસાની લારી પર પૂર્વ પ્રેમીએ હોબાળો મચાવ્યો:ભાવનગરમાં બંને સાથેના ફોટા માગતા મહિલાએ ઇનકાર કરતાં શખ્સ ઉશ્કેરાયો, જીવતી નહિ મુકુંની ધમકી આપી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment