Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ સુગર ફેક્ટરી નજીક હિટ એન્ડ રન:બાઇકને ટ્રકની ટક્કર, બે યુવકોનાં મોત; અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

    1 day ago

    વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વલસાડ સુગર ફેક્ટરી નજીક રવિવારે મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક પર સવાર બે યુવકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, સ્પ્લેન્ડર બાઇક (GJ-05-LT-7059) પર ત્રણ યુવકો સવાર હતા. પુરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા અજાણ્યા ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કરના કારણે અમન મિશ્રા અને રણજીત વર્મા નામના યુવકો ટ્રકની અડફેટે આવી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે રવિકુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરાર ટ્રક અને તેના ચાલકને શોધવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિદેશી દારૂના કટિંગનો પર્દાફાશ, 4 શખ્સ પકડાયા, એક ફરાર:ગાંધીનગરના કોલવડા-પુન્દ્રાસણ રોડ પર પોલીસે ત્રાટકી, ગાડીઓ સહિત 9.52 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Leopard spotted inside Ahmedabad housing society, rescue operation underway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment