Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશી દારૂના કટિંગનો પર્દાફાશ, 4 શખ્સ પકડાયા, એક ફરાર:ગાંધીનગરના કોલવડા-પુન્દ્રાસણ રોડ પર પોલીસે ત્રાટકી, ગાડીઓ સહિત 9.52 લાખનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    ગાંધીનગર તાલુકાના કોલવડા-પુન્દ્રાસણ રોડ પર આવેલ ગરનાળા પાસેના ચરામાં ખુલ્લી જગ્યામાં ચાલતા વિદેશી દારૂના કટિંગ પર પેથાપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને અઢી લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સહિત બે ગાડીઓ મળીને કુલ રૂ.9.52 લાખના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરોને દબોચી લીધા છે. જ્યારે એક બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો. બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને કટિંગ કરતા'તા ગાંધીનગર પેથાપુર પોલીસ મથકના પીઆઇ અંકુર દેસાઈ સહિતની ટીમ કોલવડા ગામ નજીક પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, ગરનાળા પાસેના ચરામાં બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. 1337 નાની-મોટી કાચ અને પ્લાસ્ટિકની બોટલો જેના પગલે દારૂનું કટિંગ કરી રહેલા ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે ઘેરાબંધી કરીને સ્થળ પરથી ચાર ઇસમોને ઝડપી લીધા હતા. જ્યારે બ્રેઝા ગાડીમાંથી ઉતરેલો એક અજાણ્યો ઇસમ ભાગી છૂટ્યો હતો. આ અંગે પીઆઈ દેસાઈએ કહ્યું કે,સ્થળ પરથી સુઝુકી એસ-ક્રોસ (નંબર RJ.45.CH.3572) અને બ્રેઝા (નંબર GJ.18.BH.8199) ગાડીઓ જપ્ત કરી છે. બંને વાહનો તેમજ પ્લાસ્ટિકની થેલીઓમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 1337 નાની-મોટી કાચ અને પ્લાસ્ટિકની બોટલો મળી આવી છે.જેની કુલ કિંમત રૂ. 2,52,430 છે. 9.52 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા, એક ફરાર આ દરોડા દરમિયાન વિદેશી દારૂ, બંને ગાડીઓ મળીને કુલ 9.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે. જ્યારે પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના ખેતડી તાલુકાના દેવતા ગામના રહેવાસી પવનકુમાર ગુરૂદયાલ ગુર્જર , ક્રિશનકુમાર ભોલારામ ગુર્જર, વિજેન્દ્રકુમાર રામેશ્વરલાલ કસાના તથા કોલવડા ગામના ચામુંડાપુરા હુડકાના રહેવાસી અક્ષય નરોત્તમભાઇ નાથબાવા નો સમાવેશ થાય છે. પકડાયેલા ચારેય આરોપીઓ તેમજ ભાગી છૂટેલા અજાણ્યા ઇસમ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના જલાલપોરમાં બે કલાકમાં અઢી ઇંચ, રસ્તાઓ પાણીમાં ગરકાવ:અમદાવાદ-ગાંધીનગર, વલસાડ સહિત 57 તાલુકામાં વરસાદ; આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમારની આગાહી
    Next Article
    વલસાડ સુગર ફેક્ટરી નજીક હિટ એન્ડ રન:બાઇકને ટ્રકની ટક્કર, બે યુવકોનાં મોત; અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment