Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા:લાકડીઓ લઈને પાછળ દો્ડયા, મહિલાઓની ટીંગાટોળી કરી; દિલ્હી જંતર-મંતરના અમદાવાદમાં પડઘા

    2 days ago

    દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચૂકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા અમદાવાદમાં પણ જોવા મળ્યા છે, જ્યાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરો પર પોલીસે કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં આજે 20 જુલાઈના યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ આંદોલનકારીઓ પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. વાંગચૂકના સમર્થનમાં એકત્ર થયેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. દિલ્હીના આંદોલનના પડઘા અમદાવાદમાં પડ્યા દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યાં આ મુદ્દે સોનમ વાંગચૂક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દિલ્હીમાં લાંબા સમયના વિરોધ છતાં હજી સુધી શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં ન આવતા તેના જ આક્રોશ સ્વરૂપે અમદાવાદમાં આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ભાજપ હાય હાય' અને 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે' ના બેનરો અમદાવાદના લો-ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ પાસે NEET પેપર લીક મુદ્દે સોનમ વાંગચૂકના સમર્થનમાં અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવા આવેલા પ્રદર્શનકારીઓની પોલીસે દોડાવી-દોડાવીને અટકાયત કરી છે. પ્રદર્શનકારીઓ 'ભાજપ હાય હાય' અને 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે' તેવા બેનરો સાથે રસ્તા પર ઉતરી આવતા એસીપી (ACP) અને ડીસીપી (DCP) સહિતના ઉચ્ચ અધિકારીઓનો મોટો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શનને અટકાવવામાં આવ્યું હતું. પોલીસે પરવાનગી ન આપતાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદ શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા વીડિયો વાઇરલ કરીને ચાર જેટલા સ્થળો પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત આજે 20 જુલાઈની વહેલી સવારે લો-ગાર્ડન પાસે આવેલી હેપ્પી સ્ટ્રીટ ખાતે પ્રદર્શન માટે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ તંત્ર દ્વારા તેની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોવાથી પોલીસે હેપ્પી સ્ટ્રીટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કોઈને પણ ઊભા રહેવા દીધા ન હતા. મહિલાઓની ટીંગાટોળી કરાઈ અને દોડધામના દ્રશ્યો સર્જાયા પરવાનગી ન હોવા છતાં કેટલાક યુવાનો બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક અને બેનરો સાથે હેપ્પી સ્ટ્રીટ પહોંચી ગયા હતા. તેમણે શિક્ષણમંત્રી વિરૂદ્ધ નારા લગાવવાનું શરૂ કરતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસને જોઈને પ્રદર્શનકારી યુવાનો ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસે તેમની પાછળ દોડી દોડીને શોધખોળ કરી અટકાયત કરી હતી. આ દરમિયાન રસ્તા વચ્ચે બેસીને નારા લગાવતી મહિલાઓની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી, જે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં પહેલીવાર દીપડાની એન્ટ્રી, CCTV:ઘુમાની સોસાયટીમાં જંગલી જનાવર પાછળ કૂતરા દોડ્યા, રહીશો ફફડ્યા; વન વિભાગ-કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ પકડવા પહોંચી
    Next Article
    Live: Internet Shut In Parts Of Central Delhi Ahead Of CJP's Parliament March

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment