Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લો-ગાર્ડન પાસે સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ:પોલીસે દોડાવી-દોડાવી પ્રદર્શનકારીઓની અટકાયત કરી; મહિલા સાથે ટીંગાટોળી

    1 day ago

    અમદાવાદના લો-ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ પાસે NEET પેપર લીક મુદ્દે સોનમ વાંગચૂકના સમર્થનમાં અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવા આવેલા પ્રદર્શનકારીઓની પોલીસે દોડાવી-દોડાવીને અટકાયત કરી છે. પ્રદર્શનકારીઓ 'ભાજપ હાય હાય' અને 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે' તેવા બેનરો સાથે રસ્તા પર ઉતરી આવતા એસીપી (ACP) અને ડીસીપી (DCP) સહિતના ઉચ્ચ અધિકારીઓનો મોટો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શનને અટકાવવામાં આવ્યું હતું. દિલ્હીના આંદોલનના પડઘા અમદાવાદમાં પડ્યા દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યાં આ મુદ્દે સોનમ વાંગચૂક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દિલ્હીમાં લાંબા સમયના વિરોધ છતાં હજી સુધી શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં ન આવતા તેના જ આક્રોશ સ્વરૂપે અમદાવાદમાં આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે પરવાનગી ન આપતાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદ શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા વીડિયો વાઇરલ કરીને ચાર જેટલા સ્થળો પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત આજે 20 જુલાઈની વહેલી સવારે લો-ગાર્ડન પાસે આવેલી હેપ્પી સ્ટ્રીટ ખાતે પ્રદર્શન માટે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ તંત્ર દ્વારા તેની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોવાથી પોલીસે હેપ્પી સ્ટ્રીટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કોઈને પણ ઊભા રહેવા દીધા ન હતા. મહિલાઓની ટીંગાટોળી કરાઈ અને દોડધામના દ્રશ્યો સર્જાયા પરવાનગી ન હોવા છતાં કેટલાક યુવાનો બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક અને બેનરો સાથે હેપ્પી સ્ટ્રીટ પહોંચી ગયા હતા. તેમણે શિક્ષણમંત્રી વિરૂદ્ધ નારા લગાવવાનું શરૂ કરતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસને જોઈને પ્રદર્શનકારી યુવાનો ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસે તેમની પાછળ દોડી દોડીને શોધખોળ કરી અટકાયત કરી હતી. આ દરમિયાન રસ્તા વચ્ચે બેસીને નારા લગાવતી મહિલાઓની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી, જે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    લાકડા ચોરોનો પીછો કરતી વખતે RFO સહિત બેના મોત:પૂરઝડપે દોડતી શંકાસ્પદ ગાડી અને વન વિભાગની ગાડીની કન્ટેનર સાથે ધડાકાભેર ટક્કર
    Next Article
    Sansad March से पहले Sonam Wangchuk की 3 शर्तें, CJP Protest ख़त्म होगा?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment