Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસનો મોન્સૂન પ્લાન:પાણી ભરાય તો ટોર્ચ-દોરડા સાથે અસરગ્રસ્તોની મદદે ઊતરવા આદેશ

    1 day ago

    ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ સંભવિત પૂર અને જળ બંબાકારની સ્થિતિને પહોંચી વળવા પહેલીવાર પોલીસે મોન્સૂન પ્લાન બનાવ્યો છે. ચોમાસાની પ્રથમ ઇનિંગમાં જનજીવન પ્રભાવિત ન થાય તે હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સમગ્ર પોલીસ વિભાગને સજ્જ રહેવા અને આપત્તિ પ્રબંધન યોજના અમલી બનાવવા આદેશો જારી કર્યા છે. વરસાદી કટોકટીમાં બચાવ કામગીરી માટે તાત્કાલિક અસરથી એસડીઆરએફની 2 ટીમને રિઝર્વ કરી દેવાઈ છે. ઉપરાંત તમામ પોલીસ સ્ટેશન અને અધિકારીને ખાસ સૂચનો અપાયાં છે. પોલીસ વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહેશે અને પોલીસ અધિકારીનો ખાસ તાલીમ અપાઈ છે. ઉપરાંત વિશ્વામિત્રી કિનારા, નીચાણવાળા સહિતના મહત્ત્વના વિસ્તારનું મેપિંગ કરાયું છે. પોલીસ કમિશનરે જારી કરેલા વિશેષ આદેશ મુજબ તમામ પોલીસ મથકો, પોલીસ ચોકીઓ અને સરકારી કચેરીઓની છત પર તાત્કાલિક સફાઈ ઝુંબેશ ચલાવવા માટે પણ કહેવાયું છે, જેથી ત્યાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય. ઉપરાંત પૂર કે બચાવ કાર્યમાં ઉપયોગમાં આવતાં ઈમર્જન્સી લાઈટ્સ, ટોર્ચ, દોરડાં, મેગાફોન અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સહિતના કટોકટીનાં સાધનોને સજ્જ રાખવા તાકીદ કરાઈ છે. એસડીઆરએફની 2 ટીમને રિઝર્વ કરાઈ કટોકટીના સમયે લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડાશે શહેરના વિવિધ વિસ્તારનું ખાસ સ્ક્રીનિંગ કરાયું છે. પાણી ભરાવાની સંભાવના વધુ છે તેવા તમામ નીચાણવાળા અને સંવેદનશીલ રહેણાક વિસ્તારો અને આશ્રય સ્થાનોની મુલાકાત લેવા આદેશ અપાયા છે. પોલીસ વિભાગ પાલિકા અને મહેસૂલ વિભાગ સાથે વિસ્તારોનું નિરીક્ષણ અને પેટ્રોલિંગ કરશે, જેથી કટોકટીના સમયે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી શકાય. ઓન-ડ્યૂટી પોલીસ જવાનો માટે રેઇનકોટ ફરજિયાત કરાશે ચોમાસામાં ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા જાળવતા પોલીસ અને ટીઆરબી જવાનોને વરસાદી બીમારી અને અકસ્માતથી બચાવવા રેઈનકોટ ઈશ્યૂ કરવા આદેશ અપાયા છે. તમામ પોલીસ મથકોમાં રોજિંદી રોલ કોલમાં જવાનોને ફરજિયાત રેઈનકોટ પહેરી આઉટડોર ડ્યૂટી કરવા બ્રીફિંગ અપાશે. પોલીસ અન્ય વિભાગો સાથે સંકલનમાં રહેશે શહેરમાં ભૂતકાળની પૂરની સ્થિતિને ધ્યાને રાખી પોલીસે પ્લાનિંગ કર્યું છે. વિશ્વામિત્રી કિનારા સહિતના સંવેદનશીલ વિસ્તારોનું મેપિંગ કરાયું છે. અધિકારીઓને વિશેષ તાલીમ અપાઈ છે. સંભવિત વરસાદી આફત સર્જાય તો પોલીસ અન્ય વિભાગો સાથે સંકલન સાધી તૈયાર રહેશે. - નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર
    Click here to Read More
    Previous Article
    રામોલ ફટાકડા બ્લાસ્ટ:ફાયર NOC જ્વલનશીલ પદાર્થોના સ્ટોરેજ માટે હતી, મેહુલે લાઇસન્સ લેવા ફેક્ટરીનું નામ બદલ્યું
    Next Article
    બોટની વિભાગે 35 જાતનાં વૃક્ષ-વેલાથી ગ્રીન કેમ્પસ બનાવ્યું:MSUમાં ભૂખી કાંસના 1 કિમી પટમાં 5 હજાર વૃક્ષ ઉછેર્યાં,જમીન ધોવાણ અટક્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment