Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ મેરેજ એનિવર્સરીના બીજા જ દિવસે નવદંપતીના રહસ્યમય મોત:સુરતમાં પત્ની જમીન પર ચાદર ઓઢેલી મૃત મળી, પતિ પંખા પર લટકતો હતો

    2 days ago

    સુરત શહેરમાં ફરી એકવાર હૃદયકંપાવનારી અને ભેદભરમી ઘટના સામે આવી છે. સુરતના કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે આવેલી કિસ્મત કોલોનીમાં રહેતા નવદંપતીના લગ્નની પ્રથમ વર્ષગાંઠના બીજા જ દિવસે રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય પતિ ઘરના પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેની 19 વર્ષીય પત્ની નીચે જમીન પર ચાદર ઓઢેલી મૃત હાલતમાં મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. માતા-પિતા કામ પર ગયા અને પાછળથી કાકીએ દરવાજો ખોલતા જ સ્તબ્ધ થઈ ગયા પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખડસલીયા ગામના વતની અને હાલ ડભોલી કિસ્મત કોલોનીમાં રહેતો 23 વર્ષીય અભય ગિરીશભાઈ કાતરીયા લિફ્ટ રીપેરીંગનું કામ કરતો હતો. અભયે એક વર્ષ પહેલાં ઝારખંડની વતની દિશા મનોજભાઈ આહોજા (ઉં.વ. 19) સાથે પ્રેમલગ્ન (કોર્ટ મેરેજ) કર્યા હતા. લગ્ન બાદ બંને પરિવાર સાથે સંયુક્તમાં રહેતા હતા. રવિવારે અભયના માતા-પિતા પોતાના રોજિંદા કામ અર્થે બહાર ગયા હતા. આ સમયે ઘરમાં અભય અને દિશા હાજર હતા. દરમિયાન કોઈ અગમ્ય કારણોસર અભયે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો, જ્યારે દિશા જમીન પર બેભાન અવસ્થામાં પડી હતી. અભયના કાકી પિન્કીબેને જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે સામેનું બિહામણું દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક પરિવારના અન્ય સભ્યોને અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલા ૧૦૮ના ઇ.એમ.ટી. સ્ટાફે તપાસ બાદ દંપતીને મૃત જાહેર કર્યા હતા. શનિવારે જ એનિવર્સરી હતી: કેક લાવ્યા પણ અભયે કહ્યું- ‘થાક લાગ્યો છે, કાલે કાપીશું’ આ ઘટના પાછળ સૌથી મોટો કરુણ વળાંક એ છે કે શનિવારે જ આ નવદંપતીના લગ્નની પ્રથમ મેરેજ એનિવર્સરી હતી. પોતાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે બંને બહાર ફરવા પણ ગયા હતા. અભયના કાકા પ્રવીણભાઈ બંનેની ઉજવણી માટે ખાસ કેક અને નવા કપડાં પણ લાવ્યા હતા. પરંતુ ફરવા જઈને પરત ફરેલા અભયે ભારે થાક લાગ્યો હોવાનું કહીને કેક બીજા દિવસે (રવિવારે) કાપવાનું જણાવ્યું હતું. કોને ખબર હતી કે જે કેક રવિવારે કાપવાની હતી, તે દિવસ જ તેમની જિંદગીનો આખરી દિવસ બની જશે. દીકરીની પ્રથમ એનિવર્સરી હોવાથી દિશાની માતાએ પણ તેને હોંશે-હોંશે સોનાની બુટ્ટી ભેટમાં આપી હતી. પત્ની પર ચાદર ઓઢાડેલી હતી, હત્યા કે આત્મહત્યા? પોલીસ માટે મોટો કોયડો દંપતીના મોતને પગલે અનેક પ્રકારની શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. મૃતક અભયના કાકી પિન્કીબેનના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ રૂમમાં ગયા ત્યારે અભય લટકતો હતો અને દિશા નીચે જમીન પર ચાદર ઓઢાડેલી હાલતમાં સુતેલી હોય તેમ મૃત મળી આવી હતી. દિશાના શરીર પર કોઈ ઈજાના નિશાન છે કે કેમ અને તેનું મોત ગૂંગળામણથી થયું છે કે ઝેરી દવા ગટગટાવવાથી, તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મોબાઈલ ફોન કબજે કરાયા, PM રિપોર્ટની રાહ: પોલીસ કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે તુરંત જ બંને મૃતકોના મોબાઈલ ફોન કબજે લઈ લીધા છે. ફોન કોલ્સ અને ચેટ્સના આધારે કોઈ કૌટુંબિક વિવાદ કે અન્ય કોઈ તણાવ હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. મોતનું ચોક્કસ કારણ સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. દિશા માતા-પિતાની એકની એક દીકરી હતી આ કરુણ ઘટનાથી બે પરિવારો પર આભ તૂટી પડ્યું છે. દિશા પ્રાઇવેટ નોકરી કરતી હતી અને તે તેના માતા-પિતાની એકમાત્ર લાડકી દીકરી હતી. જ્યારે મૃતક અભયના માતા-પિતા ખાનગીમાં સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અભયને પરિવારમાં અન્ય એક ભાઈ અને એક બહેન છે. કમાતા ધમાતા જુવાનજોધ દીકરા-વહુના એકસાથે મોતના સમાચારથી પરિવારોમાં આક્રંદ છવાઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    ઇરાકમાં અમેરિકી સૈનિકનું મૃત્યુ:ઈરાની ડ્રોનને નષ્ટ કરતી વખતે દુર્ઘટના ઘટી, અત્યાર સુધીમાં 17 માર્યા ગયા; ઓમાન નજીક ટેન્કરમાં આગ લાગી
    Next Article
    રોડ-બિલ્ડિંગ કમિટીની દરખાસ્તને મંજૂરી:કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નવા રોડ એકસરખા ડિઝાઇન કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment