Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવા તળે અંધારું:અમદાવાદમાં લાયસન્સ વિના ચાલતી ફેક્ટરીઓ ઝડપાઈ, બે ફેક્ટરી સીલ

    2 weeks ago

    રામોલમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની દુર્ઘટનામાં નવ લોકોના મૃત્યુ થયા બાદ શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન નું એસ્ટેટ તેમજ ફાયર વિભાગ તંત્ર દોડતું થયું છે. પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં એસ્ટેટની ટીમ દ્વારા રામોલ, વસ્ત્રાલ અને ગ્યાસપુર ખાતે આવેલી ફટાકડા ફેક્ટરીઓમાં તપાસ કરી છે. ગ્યાસપુરમાં બે ફેક્ટરીને સીલ કરવામાં આવી છે જ્યારે રામોલ અને વસ્ત્રાલમાં ફટાકડાનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. લાયસન્સ એક્સપાયર થઈ ગયા હોવા છતાં ફેક્ટરી ચાલુ રાખી મળેલી માહિતી મુજબકિંગ ફાયર વર્ક્સ અને જોય એન્ડ એન્જોય બંન્ને ફટાકડા ની ફેક્ટરીઓ પાસે Explosive License એક્સપાયર થયેલા હતા તેમ છતાં પણ ફેક્ટરી ચાલુ હતી. કિંગ ફાયર વર્ક્સ ફેક્ટરી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરેલું હોવાનું ધ્યાને આવતા તે એકમને એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામ સીલ કરવામાં આવ્યું છે. જ્યારે જોય અને એન્જોય વર્ક દ્વારા કોઈ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યુ નહોતું. સ્થળ પર ફટાકડાનો જથ્થો હોવાનું ધ્યાને આવતા સલામતીનાં કારણોસર જગ્યાને બેરીકેડ કરવામાં આવ્યું છે અને આ જથ્થાને તાકીદે બિન-ઉપયોગી કરવામાં આવશે. રામોલમાં 13માંથી એક ફેક્ટરી નિયમ મુજબ ચાલતી હતી જ્યારે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં 13 ફેક્ટરીઓ હતી તેમાં 12 ફેક્ટરીઓ બંધ હોવાની અને એક ફેક્ટરી નિયમ અનુસાર લાયસન્સ મુજબ ચાલતી હોવાનું શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું ત્યારે વસ્ત્રાલ ગામમાં સર્વે નંબર 630માં કાંતિભાઈ ચુનીલાલ શ્રીમાળી અને રામોલમાં સર્વે નંબર 143/1માં મોહસીનભાઇ સિદ્દીકભાઈ પઠાણની ખુલ્લી જગ્યામાં ફટાકડા બનાવવાની જગ્યાને પોલીસ(SOG) વિભાગ સાથે મદદમાં રહી ફાયર વિભાગ દ્વારા જ્વલંતશીલ પદાર્થોના જથ્થાને પાણીનો છંટકાવ કરી બિન ઉપયોગી કરવામાં આવી હતી. ફાયર વિભાગની ઝોનવાઇઝ તપાસ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા રવિવારે (19 જુલાઈ, 2026) શહેરના તમામ ઝોનમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલનની ખાતરી કરવા માટે એક વિશેષ અને સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કોર્પોરેશનની ડ્રાઇવ અંતર્ગત તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા ગોડાઉન, વેરહાઉસ અને વ્યવસાયિક એકમો સહિત કુલ 147 જેટલા સ્થળો પર ઓચિંતી ચકાસણી કરવામાં આવી હતી. ફાયર સેફ્ટીના નિયમોમાં બેદરકારી દાખવનારા એકમો સામે કડક વલણ અપનાવતા વિભાગે કુલ 30 સંસ્થાઓને નોટિસ ફટકારી છે, જેમાં 23 વેરહાઉસ/ગોડાઉન અને 7 અન્ય એકમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા 4 વ્યવસાયિક એકમોને ત્વરિત અસરે સીલ કરી દેવામાં આવ્યા છે. ફાયર વિભાગના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવતીકાલથી આ તપાસ ઝુંબેશને વધુ સઘન અને વ્યાપક બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાની ઢીલી નીતિ પર વેપારીનો અનોખો વ્યંગ:વેપારીએ બેઝમેન્ટમાંથી મળેલી માછલીનું નામ SMC પાડી નોંધાવ્યો અનોખો વિરોધ
    Next Article
    બોટાદના સહકારનગર જીવદયા ગ્રુપે મોગલધામ તરઘરાના દર્શન કર્યા:માતાજીએ અબોલ જીવોની સેવા બદલ ગ્રુપને આશીર્વાદ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment