Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહકાર નગર જીવદયા ગ્રુપે પાંજરાપોળમાં ઘાસ અર્પણ કર્યું:અબોલ જીવો માટે એક આઇસર લીલું ઘાસ ભોજન કરાવાયું

    1 day ago

    સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા પાળીયાદ મહાજન પાંજરાપોળ ખાતે અબોલ જીવો માટે એક આઇસર ભરીને લીલું ઘાસ અર્પણ કરવામાં આવ્યું. આ સેવાકાર્ય અંતર્ગત જીવોને ભોજન કરાવવામાં આવ્યું હતું.આ જીવદયા કાર્ય માટે કુલ ₹47,150 નું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ ભંડોળ વિવિધ દાતાઓના સહયોગથી પ્રાપ્ત થયું હતું. દાતાઓમાં સહકાર નગર જૈન સંઘ પ્રભુ પાર્શ્વની વર્ષગાંઠ નિમિત્તે ₹27,000, સ્વ. હેમકુંવરબેન નેમચંદ દેવશી ગૂઢકા તથા સ્વ. દર્શનાબેનના આત્મશ્રેયાર્થે ઋષભ વિજયભાઈ શાહ (મૂળ મીઠોઈ, હાલ લંડન) તરફથી ₹3,500, અને એક સદ્ગ્રસ્ત બહેન (બોટાદ) તરફથી ₹2,650 નો સમાવેશ થાય છે. અન્ય યોગદાનમાં માતુ લીલાવતીબેન શિવલાલભાઈ શાહ (તુરખાવાળા, બોટાદ) તરફથી ₹2,500, ધ્રુમિલ કેતનભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે (થાણા) ₹2,500, મોમલના જન્મદિવસ નિમિત્તે (મુંબઈ પનવેલ) ₹2,000, ગુરુભક્ત તરફથી લબ્ધિપ્રભસૂરી મહારાજ સાહેબ માટે ₹1,500, સ્વ. જયેશભાઈ હિંમતલાલ શાહ પરિવાર HM તરફથી ₹1,000, અશ્વિનભાઈ ભોગીભાઈ ગોપાણી (બોટાદ) તરફથી ₹1,000, અને સ્વ. તારાબેન અમીચંદભાઈ વાડીલાલ ગોપાણી (લબ્ધિપ્રભસૂરી મહારાજ સાહેબના પ્રવેશ નિમિત્તે) તરફથી ₹1,000 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અવનીબેન હર્ષકુમાર (રાણપુર) દ્વારા દીકરીના જન્મ નિમિત્તે ₹500 અને એક ગુરુભક્ત તરફથી ₹500 નું યોગદાન મળ્યું હતું. સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા તમામ લાભાર્થી પરિવારો અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં વાતાવરણમાં પલટો:શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
    Next Article
    क्या आपकी मांसपेशियां बता सकती हैं हार्ट अटैक का खतरा? नई स्टडी में सामने आया चौंकाने वाला खुलासा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment