Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રોટરી ક્લબનો પદવીદાન સમારોહ યોજાયો:રાજેશ જયસ્વાલ પ્રમુખ, રવિ સામાણી સેક્રેટરી; અનિતા ભણસાલી ઇનર વ્હીલ પ્રમુખ બન્યા

    2 days ago

    વેરાવળ રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રોટરી ક્લબના નવા પ્રમુખ તરીકે રાજેશ જયસ્વાલ અને સેક્રેટરી તરીકે રવિ સામાણીએ શપથ લીધા હતા. ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ તરીકે અનિતા ભણસાલી અને સેક્રેટરી તરીકે ઉર્વશી ગૌરાનીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ પદવીદાન સમારોહ રો. અમરદીપસિંહ બુનેટ (ઇન્સ્ટોલેશન ઓફિસર), અમરેલી ગીરના રો. પ્રતિકભાઈ સંગરાજકા, રો. પાસ્ટ પ્રેસિડેન્ટ જગદીશભાઈ ફોફંડી અને શહેરના અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર (ગુજરાત સ્ટેટ કારોબારી, ભાજપ)ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઇનર વ્હીલ ક્લબની શપથવિધિ આઈ.ડબલ્યુ. માયાબેન વ્યાસ દ્વારા કરાવવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ પાસ્ટ પ્રેસિડેન્ટ્સ પૈકી બીપીનભાઈ સંઘવી, જનકભાઈ સોમૈયા, અશોકભાઈ ગદા, ગીરીશભાઈ ઠક્કર સહિત નવા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો જેવા કે કિરીટભાઈ ઉનડકટ, ખેતસીભાઈ મેઠીયા, રમેશભાઈ ગંગદેવ અને પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ વેરાવળની સ્થાપના 1961માં થઈ હતી. રોટરી ઇન્ટરનેશનલ ગુજરાત રાજ્ય ઉપરાંત વિશ્વભરમાં સામાજિક, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. ગત વર્ષે પ્રમુખ ડો. ઈશ્વર ગોડસે અને સેક્રેટરી રાજેશ જયસ્વાલ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. આરઆઈ ડિસ્ટ્રિક્ટ 3060 માં રો. રાજેશ જયસ્વાલ, રો. રવિ સામાણી, રો. ઈશ્વરભાઈ ગોડસે, રો. હિતેશભાઈ ચુડાસમા, રો. સંજયભાઈ તાડેશ્વર, ભરતભાઈ શાહ, જનકભાઈ સોમૈયા, રો. ભીખુભાઈ જેઠવા, રો. ગીરીશભાઈ ઠક્કર, રો. મનસુખભાઈ સવાણી, રો. ભાવિનભાઈ નથવાણી, રો અનિસભાઈ રાચ્છ સહિતના નવા સભ્યો સેવાના કાર્યોમાં જોડાવા તત્પર રહેશે.
    Click here to Read More
    Previous Article
    બોરીચા ગામે 120 ફૂટ ઊંડા કૂવામાંથી મગરનું રેસ્ક્યુ:6 ફૂટના મહાકાય મગરને સુરક્ષિત બહાર કઢાયો
    Next Article
    ગોધરાની રેલીયા શાળામાં 6 નવા ઓરડાનું ખાતમુહૂર્ત:વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે, શાળાના માળખાકીય વિકાસમાં વધારો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment