Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર-આબુ હાઇવે પર ટ્રક પલટ્યો:વ્હાઇટ પાવડર ભરેલા ટ્રકના અકસ્માતમાં ચાલકને સામાન્ય ઇજા

    2 days ago

    બનાસકાંઠાના પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક વ્હાઇટ પાવડર ભરેલો ટ્રક પલટી ગયો હતો. અમીરગઢ નજીક ગંગાસાગર પાટિયા પાસે થયેલા આ અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પાલનપુર તરફ જઈ રહેલા આ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, ટ્રક ડિવાઇડર સાથે અથડાઈને રોડ પર પલટી ગયો હતો. અકસ્માતમાં ટ્રકના આગળના ભાગને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ અને NHIT (નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક નિયંત્રિત કરીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ટ્રક રોડ પર પલટી જવાથી હાઇવેનો એક ભાગ અવરોધાઈ ગયો હતો. આના કારણે મોડી રાત્રે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં, ક્રેનની મદદથી પલટી મારેલા ટ્રકને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થયા પછી ધીમે ધીમે વાહન વ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    CNGના ભાવમાં ફરી ભડકો:2 ઇંચ વરસાદમાં સુરત પાણી-પાણી, ચાંદીપુરાએ વધુ એક માસુમનો ભોગ લીધો, વાંગચૂકનાં સમર્થનમાં રાજકોટના યુવાનો મેદાને
    Next Article
    ચોટીલા નાયબ કલેક્ટરે ગેરકાયદેસર ખનન પર દરોડા પાડ્યા:2 લોડર, 3 ટ્રેક્ટર સાથે રૂ. 48 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment