Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબળો થઈ ગયો સલમાન ખાન!:ઉતરેલો ચહેરો, થાકેલી આંખો સાથે એક્ટરના વીડિયો વાઇરલ; ફેન્સે સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી

    2 days ago

    બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તાજેતરમાં મુંબઈમાં એક પબ્લિક ઇવેન્ટમાં ખૂબ જ દુબળા થઈ ગયો હોય એવું લાગ્યું. તેના આ નવા લુકનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ ચાહકો તેમની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે તે ખૂબ થાકેલા અને બીમાર લાગી રહ્યા છે, જ્યારે કેટલાક ચાહકોએ તેમનો બચાવ કરતા કહ્યું કે તેઓ લગભગ 60 વર્ષની ઉંમરે કોઈ દેખાડા વગર કુદરતી લાગી રહ્યો છે. સલમાન ખાન શુક્રવારે મુંબઈમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)ની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં તેના આ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું. SRAની ઇવેન્ટમાં સલમાન ખાન પહોંચ્યો હતો સલમાન ખાન શુક્રવારે મુંબઈના સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)ની ઓફિસમાં એક ખાસ કાર્યક્રમના સંબંધમાં ગયો હતો. ત્યાં તેમણે ઓથોરિટીના નવા ડેટા કલેક્શન એન્ડ વેરિફિકેશન સપોર્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેણે ત્યાં હાજર લાભાર્થીઓને તેના નવા ઘરોની ચાવીઓ પણ સોંપી. કાર્યક્રમ દરમિયાન સલમાન ખાન સાથે તેમના બોડીગાર્ડ શેરા પણ હાજર હતા. આ ઇવેન્ટના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યા, જેના પછી તેની શારીરિક સ્થિતિને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ. ઇવેન્ટની તસવીરો જુઓ સોશિયલ મીડિયા પર ફેન્સે કરી કોમેન્ટ વાઇરલ વીડિયો જોઈને એક યુઝરે લખ્યું કે તે બીમાર લાગી રહ્યા છે, ભગવાન તેને સાજા રાખે. એક અન્ય યુઝરે કોમેન્ટ કરી કે તેમને કોઈ હેલ્થ ઇશ્યૂ લાગી રહ્યો છે, કારણ કે તે બરાબર ચાલી પણ નથી શકતા. એક અન્ય ફેને લખ્યું કે તેમની આંખોમાં થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, ફિલ્મોમાં એકલા 50 લોકો સામે લડનારા ભાઈનો ઓરા આ સમયે ગાયબ લાગી રહ્યો છે. જોકે, કેટલાક લોકોએ સલમાનને સપોર્ટ પણ કર્યો. એક યુઝરે લખ્યું કે બોલિવૂડના સ્ટાર્સ પોતાની ખામીઓ છુપાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે, પરંતુ સલમાને કોઈપણ ખચકાટ વિના કેમેરા સામે પોતાની સાચી ઉંમર સ્વીકારી છે, આ માટે તેમની પ્રશંસા થવી જોઈએ. સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિ વિવાદોમાં છે
    Click here to Read More
    Previous Article
    ભારત સામે ઇંગ્લેન્ડની ઝડપી શરૂઆત:15 ઓવરમાં સ્કોર 96/0, ડકેટ-બેથેલ વચ્ચે ફિફ્ટી પાર્ટનરશીપ; ત્રીજી વન-ડેમાં બુમરાહ નથી રમી રહ્યો
    Next Article
    CNGના ભાવમાં ફરી ભડકો:2 ઇંચ વરસાદમાં સુરત પાણી-પાણી, ચાંદીપુરાએ વધુ એક માસુમનો ભોગ લીધો, વાંગચૂકનાં સમર્થનમાં રાજકોટના યુવાનો મેદાને

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment