Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ એસટી ડેપો પાસે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે છૂટ્ટા:વલસાડ પોલીસે કાયદો હાથમાં લેનારા ૩ શખ્સોની કરી અટકાયત

    2 days ago

    વલસાડ શહેરના એસટી ડેપો સામે આવેલી હજરત ભોલેસા બાવાની દરગાહના ગેટ પાસે નજીવી બાબતે મારામારી થઈ હતી. આ ઘટનામાં એક યુવાને ધારદાર હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો. માહિતી મળતા જ વલસાડ શહેર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી સંડોવાયેલા ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, રસુલ નામનો એક વ્યક્તિ પોતાની મોટરસાયકલ પાર્ક કરીને ઈંડાની લારી કાઢવા જઈ રહ્યો હતો. તે સમયે દરગાહમાંથી બહાર આવેલી એક મહિલાએ તેને લારી અન્ય જગ્યાએ ખસેડવા જણાવ્યું હતું. આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.શરૂઆતમાં સામાન્ય લાગતો આ વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બન્યો હતો. આરોપ છે કે બોલાચાલી દરમિયાન રસુલ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની મોટરસાયકલમાં રાખેલો ધારદાર કોયતો બહાર કાઢી મહિલા તરફ ધસી ગયો હતો.મહિલા પર હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરમિયાન, મહિલાના બે પુત્રો સુફિયાન ભુરીયા અને અરશદ ભુરીયા દરગાહમાંથી દોડીને બહાર આવ્યા હતા. માતા સાથેના ઝઘડા અને હુમલાના પ્રયાસથી રોષે ભરાયેલા બંને યુવકોએ રસુલ સાથે હાથાપાઈ કરી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી.ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે મારામારીમાં સંડોવાયેલા રસુલ, સુફિયાન ભુરીયા અને અરશદ ભુરીયાને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી હાઈકોર્ટે કહ્યું-સારવાર માટે વાંગચુકને ઉઠાવવા તે ખોટું નથી:સરકાર મનમાની કરી રહી નથી, માણસને ક્યારે શું થઈ જાય, કોઈ જાણતું નથી; 24 જુલાઈએ આગામી સુનાવણી
    Next Article
    ડકેટ-બેથેલ વચ્ચે ફિફ્ટી પાર્ટનરશીપ, ઇંગ્લેન્ડનો સ્કોર 53/0:ટીમ ઇન્ડિયામાં 3 ફેરફાર, ઇજાગ્રસ્ત બુમરાહ બહાર; કેએલ રાહુલ, અર્શદીપ અને પ્રિન્સને તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment