Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં મહિલા સશક્તિકરણ અર્થે મહેંદી તાલીમ અને સ્પર્ધા:ડેપ્યુટી મેયર અને શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ

    2 days ago

    વઢવાણ ખાતે સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહેંદી તાલીમ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૮૦ જેટલી યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો હતો. જાયન્ટ્સ ગ્રુપના સહયોગથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી, જેનો હેતુ મહિલાઓને કૌશલ્ય પ્રદાન કરી તેમને પગભર બનાવવાનો છે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, અર્ચના પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ સોનલબેન દવે, જાયન્ટ્સ સુરેન્દ્રનગર સાહેલી ગ્રુપના પ્રમુખ ઉમાબેન ધાનેસા, સુરેન્દ્રનગર મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન સંધવી અને ભાજપ લઘુમતી મોરચાના નઝમાબેન ચૌહાણ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સ્પર્ધામાં વિજેતા બનેલી યુવતીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. તેમને ભવિષ્યમાં આર્થિક રીતે કેવી રીતે પગભર થઈ શકાય તે અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ બચુભાઈ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ નવલબા ગઢવી, દાદુભા ગઢવી અને તેમના પરિવારજનોએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર સલીમ ઝડપાયો:3 રાજ્યમાં છુપાયા બાદ વડોદરા આવતા જ પોલીસે તેને દબોચી લીધો, પીડિતાના પરિવાર પાસે 1 લાખની ખંડણી માગી હતી
    Next Article
    "Scars Are Still There": Harshad Reveals He Tried To Harm Himself After Heartbreak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment