Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટના આદેશ બાદ કાકા-પુત્રો સામે ફરિયાદ:ટંકારાના નેકનામ ગામે વડીલોપાર્જિત પ્લોટમાં દીવાલ બાંધકામ સમયે ભત્રીજા સાથે માથાકૂટ, વીડિયો સામે આવ્યો

    3 days ago

    ટંકારાના નેકનામ ગામે વડીલોપાર્જિત પ્લોટમાં દીવાલ બનાવવાની બાબતે સગા કાકા અને તેમના બે પુત્રોએ ભત્રીજા પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટના અંગે ભોગ બનનારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા બાદ કોર્ટના આદેશથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્લોટની દીવાલ મુદ્દે ઘર્ષણ મૂળ ટંકારાના નેકનામ ગામના વતની અને હાલ રાજકોટના જામનગર રોડ પર, પરસાણાનગર પાસે આવેલ શાંતિનિકેતન પાર્કમાં રહેતા 42 વર્ષીય સુખદેવસિંહ નવલસિંહ ઝાલા નેકનામ ગામે પોતાના અને કાકાના વડીલોપાર્જિત પ્લોટમાં દીવાલ બનાવવાનું કામ કરાવી રહ્યા હતા. આ દરમિયાન તેમના સગા કાકા રણજીતસિંહ ઝાલા તથા તેમના બે પુત્રો હરદેવસિંહ રણજીતસિંહ ઝાલા અને હરપાલસિંહ રણજીતસિંહ ઝાલા ત્યાં ધસી આવ્યા હતા. દીવાલની કામગીરી બંધ કરાવી માર માર્યો આરોપીઓએ દીવાલ બનાવવાનું કામ બળજબરીપૂર્વક બંધ કરાવી સુખદેવસિંહ તથા ત્યાં હાજર સાક્ષીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ગાળો આપી સુખદેવસિંહને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સુખદેવસિંહે સારવાર લીધા બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ ગુનો નોંધાયો ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ ઘટના 18/11/2025ના રોજ બની હતી. તે સમયે ટંકારા પોલીસને તુરંત જાણ કરવામાં આવી હોવા છતાં પોલીસે ગુનો નોંધવાનો ઇનકાર કર્યો હતો. આખરે ન્યાય મેળવવા માટે ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવી પોલીસને ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. આઈપીસી હેઠળ ગુનો દાખલ હાઈકોર્ટના આદેશ બાદ ટંકારા તાલુકા પોલીસે રણજીતસિંહ ઝાલા, હરદેવસિંહ ઝાલા અને હરપાલસિંહ ઝાલા વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અદાણી CNGના ભાવમાં ફરી 2 રૂપિયાનો વધારો ઝીંકાયો:નવો ભાવ પ્રતિ કિલો 90.02 રૂપિયા, 2026ના વર્ષમાં કુલ 10 રૂપિયાનો વધારો
    Next Article
    રેલ મુસાફરોની સુરક્ષામાં ટેકનોલોજીનો નવો અધ્યાય:રાજકોટ ડિવિઝનમાં AI આધારિત અત્યાધુનિક ‘સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર’નો ઉપયોગ, લોકો પાયલટોને વાસ્તવિક ટ્રેન સંચાલનની તાલીમ અપાશે, અકસ્માતોનું પ્રમાણ ઘટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment