Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાયદા વચનો આપી ઠગાઈ આચરી:ડેસરમાં સોની વેપારી દ્વારા ગ્રાહક સાથે લાખોની છેતરપિંડી; સોનાનો સેટ આપવાના નામે દાગીના અને રોકડા પડાવી લીધા

    2 days ago

    વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સોનાના દાગીના બનાવવાના નામે એક ગ્રાહક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ડેસર ટાઉનમાં સ્વામિનારાયણ મંદિરની નીચે દુકાન ધરાવતા સોની વેપારી સંજયભાઈ ચંપકલાલ કેશવલાલ સોની સામે એક ગ્રાહકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, નવો સોનાનો સેટ બનાવી આપવાના બહાને વેપારીએ ગ્રાહક પાસેથી સોનાના જૂના દાગીના અને રોકડા રૂપિયા પડાવી લીધા બાદ દાગીના કે રકમ પરત ન કરી ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ડેસરના નારપુરા (ગણેશપુરા) ખાતે રહેતા અને વેલ્ડિંગ વર્કશાપમાં નોકરી કરતા વનરાજસિંહ નટવરસિંહ ચૌહાણે નવેમ્બર 2023માં સોની સંજયભાઈની દુકાને આશરે 2 તોલાનો સોનાનો સેટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. જેની ઘડામણ સાથે કુલ કિંમત 1,64,900 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ સેટના બદલામાં વનરાજસિંહે પોતાના સાસુનો આશરે 10 ગ્રામ સોનાનો જૂનો દોરો (જેની કિંમત 38,500 રૂપિયા નક્કી થઈ હતી) અને પ્રથમ દિવસે 10,000 રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ તારીખોએ ટુકડે-ટુકડે કુલ 75,000 રૂપિયા રોકડા ચૂકવ્યા હતા. આમ, ગ્રાહકે સોની વેપારીને જૂના દાગીના અને રોકડ મળીને કુલ 1,33,500 રૂપિયાની મતા ચૂકવી દીધી હતી. સોનાનો સેટ લેવા ગયા તો વેપારીએ બહાના કાઢ્યા ત્યારબાદ જ્યારે ગ્રાહક બાકી નીકળતા 31,400 રૂપિયા લઈને પોતાનો સોનાનો સેટ લેવા ગયા, ત્યારે સોની વેપારીએ દાગીના તૈયાર ન હોવાના અને હોલમાર્કનો સિક્કો મારવાનો બાકી હોવાના બહાના બતાવી વારંવાર ધક્કા ખવડાવ્યા હતા. ગ્રાહકે દાગીના અથવા રૂપિયા પરત આપવાની કડક ઉઘરાણી કરતા સોની વેપારીએ જૂનું અસલ બિલ પરત લઈ લીધું હતું અને તેના બદલામાં વ્યાજ સહિત કુલ 1,72,000 રૂપિયાનો બેંક ઓફ બરોડાનો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક પણ બેંકમાં જમા કરાવતા ખાતામાં પૂરતા નાણાં ન હોવાને કારણે બાઉન્સ થયો હતો. ચેક બાઉન્સ થયા બાદ પણ ગ્રાહકને ગોળગોળ જવાબ આપ્યા ચેક બાઉન્સ થયા બાદ પણ વેપારીએ દાગીના કે રૂપિયા પરત ન આપી ગ્રાહકને ગોળ-ગોળ ફેરવ્યો હતો. માર્ચ 2026માં સોની વેપારીએ હિસાબ-કિતાબ કરી નવું બિલ બનાવી આપ્યું હતું, પરંતુ આજદિન સુધી સોનાનો સેટ કે આપેલા નાણાં પરત કર્યા નથી. વેપારી અવારનવાર દુકાને કે ઘરે હાજર ન મળીને ગ્રાહકને માત્ર વાયદાઓ જ આપતો હતો. આખરે પોતાની સાથે ગુનાહિત બદઈરાદાથી વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા ભોગ બનનાર વનરાજસિંહે સોની વેપારી વિરુદ્ધ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ચેક અને બિલના પુરાવાઓ એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં આજે 9 કલાક વીજ પુરવઠો બંધ રહેશે:પાવરહાઉસ અર્બન ફીડરમાં ખુલ્લા તાર બદલી MVCC કેબલ નાખવા કામગીરી
    Next Article
    લગ્નના 17 વર્ષ બાદ પતિએ મહિલાને તરછોડી:કહ્યુ-‘તારી સાથે રહેવું નથી’, સાસુએ છુટ્ટું કરવાનું કહી હાથ મરડ્યો; દિયરે ભૂવાને ઘરે બોલાવ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment