Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ખેતરોમાં વીજપોલ ઊભા કરાશે તો ઉખાડી દેવાશે':મોરબી કિસાન સંમેલનમાં નીલેશ એરવાડીયાની સરકારને ચીમકી

    4 days ago

    મોરબીના રવાપર ગામે સરદાર સેનાના નેતૃત્વ હેઠળ કિસાન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સરદાર સેનાના નીલેશ એરવાડીયાએ ખેડૂતોના ખેતરોમાં બળજબરીથી વીજપોલ ઊભા કરાશે તો તેને ઉખાડી નાખી ભંગારના ભાવે વેચી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. સંમેલનમાં મોરબી શહેર, તાલુકા અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નીલેશ એરવાડીયા દ્વારા ગુજરાત સરદાર સેનાની રચના કરવામાં આવી છે. રવાપર ગામે કેપિટલ માર્કેટ નજીક યોજાયેલું આ સંમેલન સેનાનું પ્રથમ કિસાન સંમેલન હતું. જેમાં ચિરાગ પટેલ, અલ્પાબેન પટેલ, નિલેશભાઈ પટેલ સહિત અન્ય જિલ્લાના આગેવાનો અને વિવિધ વર્ગના ખેડૂતો હાજર રહ્યા હતા. મંચ પરથી નીલેશ એરવાડીયાએ જણાવ્યું હતું કે, સરદાર સેના ખેડૂતો, વંચિતો, પીડિતો, યુવાનો અને મહિલાઓના શોષણ સામે સરકાર સામે લડત ચલાવશે. આ પ્રસંગે નીલેશ એરવાડીયાએ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા કરવા માટે પૂરતું વળતર આપવામાં આવતું નથી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની પરીક્ષાના પેપર ફૂટી જાય છે અને મહિલાઓ વિરોધ કરવા જાય ત્યારે લાઠીચાર્જ કરવામાં આવે છે. તેમણે વર્તમાન પરિસ્થિતિમાં તમામ વર્ગના લોકોને આંદોલન કરવાની ફરજ પડી રહી હોવાનું કહ્યું હતું. એરવાડીયાએ વધુમાં જણાવ્યું કે, તેમના પર અગાઉ અને હાલમાં પણ ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ ખેડૂતોના હક માટેની લડાઈમાં પીછેહઠ નહીં કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખેડૂતોના હિત માટે તેઓ લડત ચાલુ રાખશે. સરદાર મિશન રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ચિરાગભાઈ પટેલે પણ સંમેલનમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે જો ગાંધીનગરમાં ખેડૂતોને ટ્રેક્ટર સાથે રજૂઆત કરવા જતા 144 કલમ લાગુ કરવામાં આવતી હોય, તો હવે લોકોને પોતાના ગામ, શેરી અને શહેરમાં સ્વયંભૂ 144 કલમ લગાવી દેવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, સરદાર સેના સરકારની બેધારી નીતિનો દરેક મોરચે જવાબ આપશે અને ગામોગામ સંગઠનો બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અબડાસાના ચાર ગામોમાં ગેરકાયદે દબાણો હટાવાયા:NH-41 પર લાખોની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ
    Next Article
    મલેકપુરમાં બાઈક ગેરેજમાં લાગી આગ:પેટ્રોલ પંપ નજીક હોવાથી અફરાતફરી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment