Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અબડાસાના ચાર ગામોમાં ગેરકાયદે દબાણો હટાવાયા:NH-41 પર લાખોની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

    4 days ago

    કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41 પરથી ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા છે. કોઠારા, વરાડિયા, તુતરા અને ડુમરા ગામોની હદમાં થયેલી આ કાર્યવાહીમાં 3,095 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાઈ છે, જેની બજાર કિંમત આશરે રૂ. 25.68 લાખ આંકવામાં આવી છે. કલેક્ટરના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી સી. એમ. પ્રજાપતિની સૂચનાથી આ વિશેષ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. અભિયાન દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગની સીમામાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા લારી-ગલ્લા, કેબિન, દુકાનો, શેડ અને વેપારી પ્લેટફોર્મ સહિતના વિવિધ વાણિજ્યિક બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવાની કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંકલન સાથે કામગીરી બજાવી હતી. મામલતદાર રાકેશ પટેલ, સર્કલ ઓફિસર અનિલ રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર પીયુષ રાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી. આ કાર્યવાહીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ, માંડવી દ્વારા જેસીબી, ટ્રેક્ટર, મજૂર સ્ટાફ તેમજ જરૂરી મશીનરી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સઘન અભિયાનના પરિણામે મોટી માત્રામાં સરકારી જમીન ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવવામાં સફળતા મળી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો મુખ્ય હેતુ માત્ર દબાણ દૂર કરવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગને વધુ સુરક્ષિત, અવરજવર માટે અનુકૂળ અને અકસ્માતમુક્ત બનાવવાનો પણ છે. માર્ગની બાજુમાં થયેલા ગેરકાયદે બાંધકામો દૂર થતાં વાહનવ્યવહાર વધુ સરળ બનશે અને ભવિષ્યમાં માર્ગ વિસ્તરણ અથવા અન્ય વિકાસકાર્યોમાં પણ કોઈ અવરોધ ઉભો નહીં થાય. વહીવટી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગની સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ અથવા બાંધકામ સહન કરવામાં આવશે નહીં. જાહેર હિત, માર્ગ સલામતી અને સરકારી મિલકતના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આવી દબાણ હટાવ ઝુંબેશ આગામી સમયમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જમીન સંપાદનના વળતરની 2.62 કરોડ રૂપિયાની ઠગાઈ:દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઈ હોવાથી મૃતક બહેનના નામે ખોટો સંમતિ કરાર તૈયાર કરી ભાઈએ વળતર લઈ લીધું, 5 સામે ફરિયાદ
    Next Article
    'ખેતરોમાં વીજપોલ ઊભા કરાશે તો ઉખાડી દેવાશે':મોરબી કિસાન સંમેલનમાં નીલેશ એરવાડીયાની સરકારને ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment