Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્યાં સુધી લોકો પૂરમાં મરતા રહેશે?:ઉકેલ લાવવાને બદલે દરવખતે સહાય જાહેર કરવાની આદત પડી ગઇ, આંધળી-બહેરી સરકારને જનતાની પીડાની કંઇ પડી નથી

    2 days ago

    દેશ અને દુનિયામાં ગુજરાતના ગમે તેટલા ડંકા વાગતા હોય પરંતુ હકીકત એ છે કે ચોમાસું આવતા જ રાજ્યના મહાનગરો મોતના પર્યાય બની જાય છે. આ વર્ષે સુરતના ખાડી પૂરે 42થી વધુ લોકોનો ભોગ લીધો છે. 2024માં વડોદરાનો વારો હતો અને આ વર્ષે સુરતનો વારો આવ્યો. 5 વર્ષમાં ગુજરાતમાં ચોમાસા દરમિયાન 743 લોકોનાં મોત થયા છે. વાંચીને તમને આ આંકડો ભલે મોટો લાગે પણ વિકાસના ઢોલ વગાડતી ગુજરાત સરકારના પેટનું પાણી નથી હલતું. આવી આફત સમયે સહાય જાહેર કરી દઇને બેસી જવું એ જાણે કે સરકારને કોઠે પડી ગયું છે પણ પીડિત પરિવારોના આંસુ ક્યારેય સુકાતા નથી. આજની સન્ડે બિગ સ્ટોરીમાં વાત ચોમાસામાં થયેલા મોતની. પ્રિ-મોન્સૂન કામગીરીનું સૂરસૂરિયું સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું રાજ છે. તેના મીંઢા પદાધિકારીઓ અને અધિકારીઓ દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના ગાણાં ગાય છે. આ વખતે પણ તેમણે આવા જ બણગાં ફૂંક્યા હતા પણ તેનું પરિણામ અત્યારે દુનિયા સામે છે. જે શહેરે એક સમયે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો હતો, જે શહેરની ડાયમંડ નગરી તરીકેની ઓળખ છે, જે શહેર સાડી ઉદ્યોગ માટે જાણીતું છે તે જ શહેરમાં શું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે જે પૂરથી બચાવી શકે? સૌથી મોટો સવાલ એ છે કે ક્યાં સુધી લોકો પૂરમાં મરતા રહેશે? પૂર બાદ 3-3 દિવસ સુધી ખાડીમાંથી લાશો નીકળતી રહી. કોઇએ પિતા, કોઇએ દીકરો તો કોઇએ પોતાનો પતિ ગુમાવ્યો છે. મોટા વરાછાના 35 વર્ષના અલ્પેશ દેસાઇ હોય, લિંબાયતનો જાવેદ શાહ હોય કે સચિન વિસ્તારની ક્રિષ્ના અને શ્રેયા નામના 2 બાળકો હોય. આ એવા નામ છે જે ભાજપના શાસકોની અણઆવડતનો ભોગ બન્યા છે. 8 વર્ષના બાળકો મોતને ભેટ્યા સુરતના પાલી વિસ્તારમાં 2 નિર્દોષ બાળકો મોતને ભેટ્યા હતા. મહાવીર સોસાયટીની બિલકુલ સામે અને આંગમ નવકાર રેસિડેન્સી નજીક એક મોટો ખાડો ખોદીને ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો. જેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઇ ગયું હતું. જેથી આ ખાડો મોતના કૂવા જેવો બની ગયો હતો. અહીં રહેતા ક્રિષ્ના અને શ્રેયા નામના બે માસૂમ બાળકો સાંજના સમયે રમત-રમતમાં આ ખાડા નજીક પહોંચી ગયા હતા અને પગ લપસવાના કારણે તેમાં ગરકાવ થઇ ગયા હતા. શ્વાસ રૂંધાઇ જવાથી બન્નેના મોત નિપજ્યાં હતા. ગયા વર્ષે અમદાવાદમાં બનેલો એક કિસ્સો પણ ભૂલી શકાય તેવો નથી. કરંટ લાગતા દંપતીનું મોત નિપજ્યું 8 સપ્ટેમ્બર, 2025ને રાતનો સમય હતો. ચોમાસામાં પડેલા વરસાદને કારણે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં રોડ પર ખાડો પડ્યો હતો પણ ત્યાં ત્રણેક ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જેના કારણે ત્યાંથી એક્ટિવા પર પસાર થઇ રહેલાં દંપતીને ન દેખાયું. એક્ટિવા નમી ગયું ને તરત જ પાછળ બેઠેલી મહિલા પડી. જ્યાં તેને વીજ કરંટ લાગ્યો. તેને બચાવવા જતાં તેના પતિને પણ કરંટ લાગતાં દંપતીનું મૃત્યુ થઇ ગયું. આ દંપતી એટલે નારોલમાં રહેતા રાજનભાઇ સિંઘલ અને અંકિતાબેન સિંઘલ... ન્યાય માટે પરિવાર ભટકે છે આ ઘટનાને આજે એકાદ વર્ષ પૂર્ણ થવા આવ્યું છે પરંતુ હજી પણ પરિવારને દીકરા અને વહુના મૃત્યુનો ન્યાય નથી મળ્યો. તેઓ ન્યાય માટે કચેરી-કચેરીએ ફરે છે છતાં તેમને આશ્વાસન તો દૂર પરંતુ અધિકારીઓ મળવાનો પણ સમય નથી ફાળવતાં. જેના કારણે ન્યાય મેળવવા કોર્ટનો આશરો લીધો છે. દિવ્ય ભાસ્કર મૃતક રાજન સિંઘલના ઘરે પહોચ્યું હતું. જ્યાં તેમના માતા હેતલબેન સાથે વાતચીત કરી હતી. દીકરા અને પુત્રવધુની યાદમાં હેતલબેને પોતાના હાથ પર ટેટૂ દોરાવ્યું છે. હેતલબેને એ દિવસના ઘટના ક્રમને યાદ કરતાં કહ્યું, એ દિવસે મારો દીકરો અને વહુ મને મારા ભાઇના ઘરે ઉતારીને ત્યાંથી અમારા ઘરે જવા નીકળ્યાં હતા. આ સમયે જે જગ્યાએ ઘટના બની એ જ રસ્તેથી નીકળ્યાં હતા. જ્યાં ખાડો હોવાના કારણે એક્ટિવા નીકળી ન શક્યું. બન્નેને અચાનક કરંટ લાગ્યો ને તેઓ મૃત્યું પામ્યાં. આટલું કહેતાં હેતલબેનને ડુમો ભરાઇ ગયો. તેમની આંખમાં ઝળઝળિયા આવી ગયા. થોડીક ક્ષણ પછી સ્વસ્થ થઇ તેમણે આગળ કહ્યું, આજે મારા પતિ કંઇ કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી. બીજી તરફ મારી અને મારા પતિની દવાઓ ચાલી રહી છે. આવી જતી જિંદગીએ હવે અમને મારી દીકરી-જમાઇ, મારો ભાઇ અને બેન સહિતના લોકો ઘરના રાશન પાણીથી લઇને વિવિધ રીતે મદદરૂપ થઇ રહ્યાં છે. એ લોકો પણ ક્યાં સુધી અમારી મદદ કરશે? તો આમાં વાંક કોનો છે? આ દુર્ઘટના અંગે કોર્પોરેશન અને ટોરન્ટ પાવરના અધિકારીઓ કેવું ચલક ચલાણું રમે છે તેની વાત કરતાં હેતલબેને કહ્યું, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એવું કહે છે કે આમાં અમારો વાંક નથી. ટોરેન્ટના અધિકારીઓ એવું કહે છે કે અમારો વાંક નથી. નયન કાપડિયા નામના અધિકારીનું એવું કહેવું છે કે હું નોકરી જ નહોતો કરતો, મને પોલીસે સંડોવ્યો છે. જ્યારે તેમના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો ત્યારે તેઓ માનવ અધિકારમાં ગયા હતા. બાકીના 4 આરોપી પણ એવું કહે છે કે અમે નિર્દોષ છીએ તો આટલી ગંભીર લાઇન પસાર થતી હતી તે કોની હતી? જવાબદાર લોકોને નોકરી પરથી હટાવવાની માગ કરતાં તેમણે કહ્યું, એ સમયે જે જવાબદાર લોકો હતા તેમના પર કેસ થયો હતો પણ શું કલમ લગાવી હતી એ ખ્યાલ નથી. હાલમાં તેઓ પોતાની ફરજ પર કામ કરી રહ્યાં છે. આટલો મોટો બનાવ બન્યો તો તેઓ નોકરી પર જ ન હોવા જોઇએ. મ્યુનિસિપિલ કમિશનરને મળવા દેવાતા ન હોવાનો આરોપ લગાવતા હેતલબેન કહે છે કે, આટલી કરૂણ ઘટના બની છતા અમને કોઇના તરફથી કોઇ આશ્વાસન આપવાની વાત તો દૂર પણ જ્યારે મ્યુનિસિપલ કમિશનર બન્છાનીધિ પાનીને મળવા જઇએ તો પણ મળવા નથી દેતાં. હું મળું તો કંઇક રજૂઆત કરું પણ તેઓ મળવા જ નથી દેતાં. અત્યાર સુધી 4 વાર મળવા માટે ગઇ છું પણ મને મળવા નથી દીધી. મારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને મળીને રજૂઆત કરવી છે. હવે તો કોર્ટ કરે એ જ સાચું. દીકરા-વહુને ન્યાય માટે માતા મુંબઇ જવા પણ તૈયાર 'મેં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગમાં રજૂઆત કરી હતી ત્યારે ત્યાંથી જવાબ મળ્યો કે નિશાંત એન્ટરપ્રાઇઝે આ કામગીરી કરી હતી એટલે તેમની પાસે વીમો હોય જે તમને મળે પણ આ માટે અમારે કોને મળવાનું ? મને એવો જવાબ મળે છે કે મુંબઇમાં બ્રાન્ચ આવી છે, ત્યાં જવું પડે. દીકરાને ન્યાય મળે તે માટે જો એ મુંબઇનું એડ્રેસ આપે તો હું ત્યાં પણ જવા માટે તૈયાર છું. નિશાંત એન્ટરપ્રાઇઝ અને નયન કાપડિયાની બધી માહિતી મારે જોઇએ છે.' ઘરની સ્થિતિની વાત કરતાં તેઓ કહે છે કે, સ્થિતિ તો કહી ન શકાય તેવી છે. એ સમયે અંકિતા પ્રેગ્નન્ટ હતી. એટલે અમે તો 3-3 જીવ ગુમાવ્યા છે. સામેના બન્ને પક્ષવાળા એવું જ કહે છે કે અમારો કોઇ વાંક નથી, તે કોઇ જવાબ આપવા માટે તૈયાર નથી. દીકરાએ માતાના નામનું ટેટૂ બનાવ્યું અને માતાએ દીકરાના નામનું તેમણે દીકરા અને પુત્રવધુનું ટેટૂ પોતાના હાથ પર દોરાવ્યું છે. જેની પાછળનું કારણ આપતા તેઓ કહે છે કે, અત્યારે મને આંખે દેખાય છે એટલે હું મારા દીકરાનો ફોટો જોઇ શકું છું પણ ભવિષ્યમાં મને ના પણ દેખાય એટલે મેં મારા દીકરા અને પુત્રવધુનું ટેટૂ હાથ પર કરાવ્યું છે. જેથી મને અનુભવ થાય. એક મિનિટ માટે પણ તે લોકો મને અલગ નહોતા કરતા પણ એ જ દિવસે મને મૂકીને ગયા અને આ બનાવ બન્યો.દીકરાના જમણા હાથમાં મા લખાયેલું હતું. લગ્ન પછી પતિ-પત્નીએ એકબીજાના નામનું ટેટૂ કરાવ્યું હતું. મને એમ થયું કે મારો દીકરો હયાત હતો ત્યારે તેણે મારા નામનું ટેટૂ કરાવ્યું હતું તો પછી હું તેના ગયા પછી કેમ ન કરાવી શકું? 5 આરોપીઓની ધરપકડ થઇ હતી આ કેસમાં પોલીસે બેદરકારીથી મૃત્યુનો ગુનો નોંધીને 5 લોકોની ધરપકડ કરી હતી. જેમાં સ્ટ્રીટ-લાઇટના મેન્ટેનન્સ માટે જવાબદાર નિશાંત એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર, બે કર્મચારીઓ અને સુપરવિઝન માટે જવાબદાર AMCના સ્ટ્રીટ-લાઇટ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર અને ટેકનિશિયન હતા. પોલીસની તપાસમાં ખૂલ્યું હતું કે મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટરની હતી અને સુપરવિઝનની જવાબદારી AMCના સ્ટાફની હતી. હાથ પર ત્રોફાયેલું ટેટૂ અને આંખોમાં સુકાઇ ગયેલા આંસુ કદાચ આ જ ગુજરાતના કહેવાતા વિકાસનું વરવું ચિત્ર છે. 3-3 જીવ ગુમાવ્યા પછી પણ મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે ધક્કા ખાતી એક લાચાર માતા સિસ્ટમની નિર્દયતાની પરાકાષ્ઠા છે. સુરત હોય કે અમદાવાદ-વડોદરા હોય, પ્રજા દર ચોમાસે માત્ર પૂર અને ખાડાથી નથી મરતી પણ જેના હાથમાં સત્તાની સુકાન છે તેવા લોકોની અણઆવડતથી મરે છે. સરકાર કદાચ ભૂલી ગઇ હશે કે વળતરની રકમથી ઘરનું રાશન આવી શકે પણ કોઇનો દીકરો પાછો નથી આવતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં એક જ સેકન્ડમાં બ્લાસ્ટ, CCTV:ધડાકાથી 2 KM દુરનો કેમેરો બંધ, આજે ખેતરમાં ધમધમતી વધુ બે ફેક્ટરી ઝડપાઈ
    Next Article
    મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો:એક કલાકમાં 1500 રોપાનું વિતરણ, પ્રકૃતિ પ્રેમીઓની ભીડ ઉમટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment