Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ-માંડવી હાઈવે પરથી ગેરકાયદે ખનીજ ભરેલી બે ટ્રકો ઝડપાઈ:નારાણપર ત્રણ રસ્તા પાસે રોયલ્ટી પાસ વગરના બે ટ્રકો ડિટેઇન કરાયા

    4 days ago

    પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી અને બિનઅધિકૃત પરિવહન સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ભુજ-માંડવી માર્ગ પરથી બિનદસ્તાવેજી રીતે ખનીજનું પરિવહન કરતી બે ટ્રકોને ઝડપી પાડી છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ ભુજ-માંડવી માર્ગ પર પેટ્રોલિંગ કરી રહી હતી. નારાણપર ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહેલી ટ્રકને રોકવામાં આવી હતી. તપાસ કરતા તેમાં કામરાઈ પથ્થર (ટોડા) ભરેલા હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ટ્રક ચાલકો પાસે ખનીજ પરિવહન સંબંધિત જરૂરી દસ્તાવેજો, રોયલ્ટી પાસ, બિલ કે અન્ય કાયદેસર મંજૂરીપત્રો રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, બંને ચાલકો કોઈપણ માન્ય આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા. આથી, ખનીજનું પરિવહન નિયમો વિરુદ્ધ થતું હોવાની પુષ્ટિ થતાં પોલીસે બંને ટ્રકોને ડિટેઇન કરી હતી. આ સમગ્ર મામલો નિયમ મુજબની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. હવે વિભાગ દ્વારા ખનીજના સ્ત્રોત, પરિવહનની કાયદેસરતા તથા સંબંધિત જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પશ્ચિમ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. એલસીબીની આ કાર્યવાહી બાદ ગેરકાયદે ખનીજ ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ચિંતા જોવા મળી રહી છે. પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં કુદરતી સંપત્તિની ચોરી કે બિનઅધિકૃત પરિવહન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને આવી પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ સઘન ઝુંબેશ ચાલુ રહેશે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી પશ્ચિમ કચ્છના એએસઆઈ પંકજભાઈ કુશવાહ અને હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોષીની સતર્કતા અને કામગીરીના પરિણામે સફળ બની હતી.
    Click here to Read More
    Previous Article
    11 મહિનાની બાળકી રમતા રમતા કાનની બુટ્ટી ગળી ગઈ:તબીબોએ એન્ડોસ્કોપીથી પોણા કલાકે ગળામાંથી બુટ્ટી બહાર કાઢી, ખાનગીમાં 60 હજારનો ખર્ચ પણ સુરત સિવિલમાં વિનામૂલ્યે ઓપરેશન
    Next Article
    સોનમ વાંગચૂકનાં સમર્થનમાં રાજકોટના યુવાનો મેદાને:બહુમાળી ચોકમાં પ્રતીક ધરણા, યુવાનોએ કહ્યું- 'જો વૈજ્ઞાનિકોની જ કદર ન હોય તો સામાન્ય માણસની શું વિસાત?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment