Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી:જુલાઈની શરૂઆતથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરશે, દરિયાકાંઠે 60 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે, માછીમારોને ચેતવણી

    13 hours ago

    ગુજરાતમાં આજે 28 જૂને રાજ્યના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 1 જૂલાઈથી વાવાઝોડા અને તેજ પવનો સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો હતો. એકતરફ રાજ્યના 54 તાલુકાઓ હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ છે, તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં મહતમ તાપમાન 40 ડિગ્રીને પાર રહેતા અસહ્ય ગરમી અને બફારાનો માહોલ યથાવત્ રહ્યો હતો. માછીમારો માટે 1 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે ચેતવણી આપવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40થી 50 કિમી અને વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી 2થી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવાની સંભાવના છે, કારણ કે હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ હજુ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓ તેમજ દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં હવામાન સુકું રહેવાની શક્યતા છે 1 જુલાઈ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલી ખાતે છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 40–50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ રહેવાની શક્યતા છે. 2 જુલાઈ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલી ખાતે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની ખૂબ શક્યતા છે. 3 જુલાઈ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલી ખાતે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની ખૂબ શક્યતા છે. હવામાન જ્યોતિષ જયપ્રકાશ માઢકના જણાવ્યા અનુસાર, 2 અને 3 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ કરવામાં આવી છે. આગામી 4 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ ધીમે ધીમે આગળ વધશે. પણ 2 જૂલાઇએ સમગ્ર ગુજરાતમાં છવાઈ જશે અને 2 થી 7 જુલાઈમાં ગુજરાતમા સારો વરસાદ પડશે તેવી શક્યતા છે. 1 જૂલાઇ સુધી સૌરાષ્ટ્રમાં છૂટ્ટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 2 જૂલાઇથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનુ જોર વધશે. 1 અને 2 જુલાઈના રોજ ભાવનગર જીલ્લામાં સારા વરસાદની શક્યતા છે. ત્યાં સુધી હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ પણ વરસાદે મોટાભાગના વિસ્તારોમાં જમાવટ કરી નથી. ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો હજુ પણ 40 ડિગ્રીને પાર રહ્યો છે. એટલે કે 27 જૂને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં મહતમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 39.9 ભાવનગરમાં 37.6 અને ભુજમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ મહતમ તાપમાન નોંધાયું હતું.
    Click here to Read More
    Previous Article
    બોયફ્રેન્ડ ચેતન સાથે ઉદયપુર આવી હતી સિયા:3 કરોડમાં આલીશાન રિસોર્ટ બુક કર્યો હતો, કેતન સાથે અહીં જ લગ્ન કરવાની જીદ કરી હતી
    Next Article
    Vapi Highway | વાપી-સેલવાસ નેશનલ હાઈવે પર તંત્રની બેદરકારી | National Highway | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment