Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામે' પરમ ભક્ત 'હનુમાન'ના ચરણ સ્પર્શ કર્યા!:'રામાયણ'ની ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં યશની જીભ લપસી, બાબા રામદેવના યોગ જોઈ રણબીર હસતો દેખાયો

    1 day ago

    ફિલ્મ 'રામાયણ: પ્રથમ સંકલ્પ'નું ટ્રેલર શનિવારે નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે ડિરેક્ટર નિતેશ તિવારી, પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા અને ફિલ્મના સ્ટાર કાસ્ટ હાજર રહ્યા. મેકર્સે જાહેરાત કરી કે ટ્રેલર 24 જુલાઈએ વિશ્વભરમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ઇવેન્ટમાં ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે, વિવેક ઓબેરોય સહિત અન્ય કલાકારો હાજર રહ્યા. ઇવેન્ટ દરમિયાન રણબીર કપૂરે સની દેઓલના પગ સ્પર્શીને તેમના આશીર્વાદ લીધા. મંચ પર યશે હિન્દીમાં વાત કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન જીભ લપસી જવાને કારણે તેમણે ભૂલથી 'અવસર' (તક) ની જગ્યાએ 'અવકાશ' (રજા) શબ્દ બોલી દીધો. લગભગ ચાર મિનિટના ટ્રેલરમાં ફિલ્મના ભવ્ય વિઝ્યુઅલ્સ, મોટા પાયે તૈયાર કરવામાં આવેલી દુનિયા અને મુખ્ય પાત્રોની પ્રથમ વિસ્તૃત ઝલક બતાવવામાં આવી. રામાયણ: પાર્ટ 1 દિવાળી 2026 પર સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે રામાયણ: પાર્ટ 2 દિવાળી 2027માં રિલીઝ કરવામાં આવશે. કાર્યક્રમમાં બાબા રામદેવ અને કુમાર વિશ્વાસ પણ હતા. ઇવેન્ટમાં બાબા રામદેવે મંચ પર યોગ પણ કરીને બતાવ્યો. બાબા રામદેવે હસતાં-હસતાં કહ્યું કે- જ્યારે તેણે પહેલીવાર સાંભળ્યું કે આ ફિલ્મનું બજેટ 4000 કરોડ રૂપિયા છે, ત્યારે આ સાંભળીને તેમને શોક લાગી ગયો. આના પર મંચ પર હાજર કવિ કુમાર વિશ્વાસે મજાક કરતા કહ્યું, “સ્વામીજી, તમારું પોતાનું પતંજલિ સામ્રાજ્ય તો 2 લાખ કરોડ રૂપિયાનું છે.” કુમાર વિશ્વાસની આ વાત પર રણબીર કપૂર સહિત આખો હોલ હાસ્યથી ગુંજી ઉઠ્યો. તે જ સમયે, બાબા રામદેવે પોતાની ખાસ શૈલીમાં યોગ અને અધ્યાત્મ સંબંધિત વાતો પણ શેર કરી, જેને સાંભળીને રણબીર કપૂર હસતો જોવા મળ્યો. ઇવેન્ટ દરમિયાન રણબીર કપૂર અને સાઈ પલ્લવીએ મંચ પર જઈને બાબા રામદેવનું અભિવાદન કર્યું અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા. ઇવેન્ટ દરમિયાન રણબીર કપૂરે કાળા ચશ્મા પહેર્યા હતા. તેનું કારણ જણાવતા તેણે કહ્યું, "સૌ પ્રથમ હું એક વાત કહેવા માંગીશ કે આ કાળા ચશ્મા પહેરવા બદલ હું આપ સૌની માફી માંગુ છું. મારી આંખોમાં ઇન્ફેક્શન થયું છે, પરંતુ આજે આ શુભ અવસર પર મારા દિલમાં ફક્ત અફેક્શન (પ્રેમ) છે." સની દેઓલે કહ્યું, ‘હું વાહેગુરુજીનો આભાર માનું છું કે મને હનુમાનજીના પાત્રને ભજવવાનો મોકો મળ્યો. હું પૂરી કોશિશ કરીશ કે હું તેને યોગ્ય રીતે ભજવી શકું, કારણ કે હનુમાનજીનું પાત્ર ભજવવું સહેલું નથી, પરંતુ ખૂબ મજા આવશે, કારણ કે તે નટખટ, માસૂમ, શક્તિશાળી છે, આપ સૌના પ્રિય છે અને રામજીના ભક્ત છે.’ ફિલ્મ 'રામાયણ' સાથે જોડાયેલી મહત્વની વાતો- ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ), સાઈ પલ્લવી (સીતા), યશ (રાવણ), સની દેઓલ (હનુમાન) અને રવિ દુબે (લક્ષ્મણ)ના રોલમાં જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    आधी रात Jantar-Mantar पहुंचे Chandrashekhar Azad, Sonam Wangchuk के समर्थन में किया बड़ा एलान! CJP
    Next Article
    ઈરાનના ખુઝેસ્તાનમાં 5ની તીવ્રતાનો ભૂકંપ:ઈમરજન્સી એલર્ટ જાહેર, બચાવ ટીમો તૈનાત; અમેરિકાનો સતત આઠમી રાત્રે ઈરાન પર હુમલો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment