Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંકલેશ્વરથી ઝબ્બે આતંકીઓ લોન વુલ્ફ એટેકની તૈયારીમાં:હાલમાં ઝડપાયેલા આતંકીઓ પૈકી બે દારુલ ઉલૂમ ઇસ્લામિયા અરેબિયા માટલીવાલા મદ્રેસામાં ભણતા હતાં

    3 days ago

    ભરૂચ ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠન જૈશ-એ- મોહંમદના આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમાં મૂળ સિદ્ધપુરના વતની મહંમદ કડીવાલા અને મોહંમદ કરડીયાનો પણ સમાવેશ થાય છે. આ બંને આતંકવાદી ભરૂચ એસપી કચેરીની સામે જ આવેલી દારુલ ઉલૂમ ઇસ્લામિયા અરેબિયા માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતાં હોવાની વિગતો સામે આવી છે. એટીએસની રાજ્યભરમાં ચાલેલી કાર્યવાહી દરમિયાન 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશભરમાં બનતી આતંકવાદી ઘટનાઓમાં ભરૂચનું કનેક્શન બહાર આવતું રહે છે. ભરૂચમાં સૌથી પહેલાં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી સાજીદ મન્સુરી ઝડપાયો હતો. તે જંબુસર બાયપાસ રોડ પર આવેલી મોના પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યારબાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં નોકરી કરતાં બે યુવાનોની આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણી બહાર આવી હતી. ભાજપના બે નેતાઓ શિરિષ બંગાળી અને શિરિષ મિસ્ત્રી હત્યા કેસમાં પણ અંડરવર્લ્ડના ડોન જાવીદ ચીકનાનું નામ ખુલ્યું હતું. અગાઉ ભરૂચમાંથી ઝડપાયેલાં સાજીદ મન્સુરીની ભૂમિકા અમદાવાદ સિરિયલ બોંબબ્લાસ્ટમાં માસ્ટર માઇન્ડ તરીકેની હતી. તેબોમ્બ બ્લાસ્ટના મુખ્ય પ્લાનર જેમ કે મુફ્તી અબ્દુલ બશર અને તેને અંજામ આપનારા સ્થાનિક શૂટર્સ અને એક્ઝિક્યુટર્સ વચ્ચેની મુખ્ય કડી હતો. ભરૂચ અગાઉ પણ અમદાવાદ બોંબ બ્લાસ્ટના સુત્રધાર સહિતના આતંકીઓનું આશ્રય સ્થાન કિસ્સો : 1 સાજીદ મન્સુરીના ઘરની પાસે વિસ્ફોટકો ભરેલી કારો પાર્ક કરી હતી‎ 26મી જુલાઈ 2008માં અમદાવાદમાં વિવિધ સ્થળોએ બોમ્બ ધડાકાઓ થયા હતા. આ ધડાકાઓમાં આતંકવાદીઓએ ચોરી કરેલી કારો તથા સાયકલો પર વિસ્ફોટકો રાખ્યા હતા. અમદાવાદની સાથે સુરતમાં પણ આ જ પ્રકારે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાની આતંકવાદીઓની યોજના હતી. વિસ્ફોટકો ભરેલી કારોને અમદાવાદથી સુરત લઈ જતી વેળા ભરૂચમાં ભાડાના મકાનમાં રહેતા સાજીદ મન્સુરીના મોના પાર્ક સોસાયટીની બહારથી પસાર થતાં જંબુસર બાયપાસ રોડ પર પાર્ક કરવામાં આવી હતી. આ કારોને બાદમાં સુરત લઈ જઈને વિવિધ સ્થળોએ પાર્ક કરવામાં આવી હતી. સદનસીબે તેમાં રાખેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ ન થતાં સુરત સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાંથી બચી ગયું હતું.ભરૂચ પહેલાથી જ આતંકીઓનું આશ્રયસ્થાન રહ્યું છે અને અમદાવાદના 21 સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ અને સુરતના બૉમ્બ બ્લાસ્ટમાં પણ ભરૂચમાં તેના તાર જોડાયા હતા. દોષી ઠરેલા આતંકીઓમાં મૂળ સુરતના સાજીદ મન્સૂરીએ ગોધરા કાંડનો બદલો લેવા કટ્ટરપંથીઓની ફોજ ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાવાગઢની તળેટીમાં આયોજન રૂપે કટ્ટરપંથીઓને તાલીમ પણ અપાઈ હતી. સુરતથી સાજીદે ભાગ્યા બાદ જયપુરમાં આશરો લીધો હતો જ્યાં બૉમ્બ બ્લાસ્ટની ઘટના બાદ તે ભરૂચ તેની પત્ની અને સંતાનો સાથે આવી ગયો હતો. કિસ્સોઃ 2 અંકલેશ્વરથી ઝબ્બે આતંકીઓ લોન વુલ્ફ એટેકની તૈયારીમાં હતા‎ ઓક્ટોબર 2017માં ગુજરાત એટીએસની ટીમે અંકલેશ્વર અને સુરતમાંથી પ્રતિબંધિત આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાં એક આતંકી મોહંમદ સ્ટીમરવાલા અંકલેશ્વર ખાતે આવેલી સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં ઇકો-કાર્ડિયોગ્રામ લેબોરેટરી ટેકનિશિયન તરીકે નોકરી કરતો હતો. ત્યાંથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આતંકીઓ અફઘાનિસ્તાનના હેન્ડલર શફી આર્મર ઉર્ફે ઝાહેદ-અલ-હિન્દીના સીધા સંપર્કમાં હતા. તેઓ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા યહૂદી ધર્મસ્થાન પર તેમજ મુંબઈમાં યહૂદી સમુદાય પર લોન વુલ્ફ એટેક (મોટા હથિયારો કે અંધાધૂંધ ફાયરિંગ દ્વારા હુમલો) કરવાની યોજના બનાવી રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાધીશના દરબારમાં કુંડલા ભોગ ધરાવાયો:જગતમંદિરમાં ભાવિકોએ દિવ્ય દર્શન કર્યા
    Next Article
    Amarnath, Vaishno Devi Yatras To Be Temporarily Suspended From July 19 Amid Weather Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment