Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયસર જાણ અને ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી:જીવ બચાવવા વૃદ્ધાએ દરવાજો બંધ કર્યો, ધુમાડો ફેલાઈ જતાં ઓક્સિજન ઘટી ગયો

    3 days ago

    સુરત : વેસુ વીઆઈપી રોડ પર ગેલ કોલોની સામે સનસાઇન રેસિડન્સીના આઠમા માળે ટીવીમાં શોર્ટસર્કિટ બાદ આગ લાગી હતી. આગ બાદ ઘરમાં ધુમાડો ફેલાઈ જતાં 91 વર્ષના વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, તેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું. વાંચો આખી ઘટના તેમને રેસ્ક્યુ કરનારા સબ ફાયર ઓફિસરના શબ્દોમાં. શનિવારે વહેલી સવારે અમને વેસુ વીઆઈપી રોડ પર ગેલ કોલોની સામે આવેલી સનસાઈન રેસીડેન્સીની સી ટાવરના આઠમા માળે ફ્લેટમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. હું મારી ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં હોલમાં ટીવીમાં શોર્ટસર્કિટ થતાં આગ ભભૂકી હોવાનું જાણવા મળ્યું. આગ સાથે જ ફ્લેટમાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો. ઘરના કેટલાક સભ્યો સમયસર બહાર નીકળી ગયા હતા, પરંતુ 91 વર્ષીય શાંતાબેન મહેશ્વરી પથારીવશ હોવાથી બહાર આવી શક્યા નહોતા. જ્યારે 71 વર્ષીય અનિરુદ્ધ મહેશ્વરી અને આરતીબેન મહેશ્વરી ધુમાડાથી બચવા માટે બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી બાલ્કનીમાં પહોંચી ગયા હતા. ફ્લેટમાં ધુમાડો વધુ હોવાથી અમે બ્રીધિંગ એપેરેટસ (BA Set) સાથે લિફ્ટ મારફતે આઠમા માળે પહોંચ્યા હતા. રેસ્ક્યુને પ્રથમ પ્રાથમિકતા આપતા અમારી ટીમે બેડરૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને શાંતાબેન, અનિરુદ્ધભાઈ તથા આરતીબેનને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. શાંતાબેનનું ઓક્સિજન લેવલ ઓછું હોવાનું જણાતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આગ પર પાણીનો મારો ચલાવી સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ટીવી, ટીવીનું ફર્નિચર, પંખા તેમજ ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાની કે ગંભીર ઇજા થઈ નથી. સમયસર મળેલી જાણ અને ટીમની ઝડપી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોપીપુરામાં લિફ્ટનો દરવાજો લોક થતાં ત્રણ બાળકો ફસાયા:ફાયરે 18 મિનિટમાં લિફ્ટમાં ફસાયેલા બાળકોને બચાવ્યા
    Next Article
    Did Durant Ignore Messi? Viral Video From Event Sparks Massive Debate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment