Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની બેટિંગ:સિંધુભવન, થલતેજ અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ, તાપીમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદી ઝાપટા

    3 days ago

    ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે 36 તાલુકામાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે અમરેલી, જામનગર બાદ મોડી સાંજે ભાવનગર જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ઘોઘા અને મહુવા તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ, થલતેજ અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી હતી. આ સાથે જ માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપી હતી. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર અમરેલી જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજુલા તાલુકાના હિંડોરણા, ભેરાઈ, કડિયાળી, પીપાવાવ ધામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ લાઠી શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાંથી લોકોને રાહત મળી છે. બીજી તરફ, વલસાડ શહેર અને જિલ્લાના કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાના બીજા રાઉન્ડની શરૂઆત થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગીર સોમનાથના ઉનામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જામનગરના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. બે સિસ્ટમ સક્રિય, રાજ્યમાં 32% તો અમદાવાદમાં 47% વરસાદની ઘટ હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકામાં અત્યાર સુધી 233 મિલીમીટર વરસાદની સામે માત્ર 8.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે દ્વારકામાં 96 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં 227 મિલીમીટર વરસાદની સામે અત્યાર સુધી 115 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ 47 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં 255.7 મિલીમીટર વરસાદની સામે 137 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    દુષ્કર્મ કેસમાં 44 વર્ષીય પિતાને આજીવન કેદ:15 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું, બોયફ્રેન્ડે હિંમત આપતા પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી
    Next Article
    "Worthless, Devoid Of Credibility": Mojtaba Tears Into Trump Over Iran Deal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment