Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કર્મ કેસમાં 44 વર્ષીય પિતાને આજીવન કેદ:15 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું, બોયફ્રેન્ડે હિંમત આપતા પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી

    3 days ago

    અમદાવાદના વટવા પોલીસ મથકે વર્ષ 2024 માં 44 વર્ષીય આરોપી સામે IPC અને પોક્સો એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા જજ એ.બી.ભટ્ટે, 12 સાહેદ અને 22 પુરાવા તેમજ સરકારી વકીલ કે.જી.જૈનની દલીલો ધ્યાને રાખીને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સગીરાના ગળે દારતરડું મૂકી પિતાએ દુષ્કર્મ આચર્યું કેસને વિગતે જોતા ભોગ બનનાર બનનાર 15 વર્ષ અને 6 મહિનાની સગીરા આરોપીની સગી દીકરી છે. સગીરાને તેના બોયફ્રેન્ડ મોબાઈલ આપ્યો હતો. જેની જાણ તેના ભાઈએ તેના પિતાને કરી દેતા, તેના પિતાએ સૌપ્રથમ તેબે વાયરથી માર માર્યો હતો. ત્યારબાદ દાતરડું ગળે મૂકીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી પિતા આટલેથી ન અટકતા અવારનવાર તેની સાથે શારીરિક સંબંધોની માંગણી કરતા અને ક્યારેક ધાક ધમકી આપીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા. આ સંબંધે સગીરાએ પોતાના બોયફ્રેન્ડને જાણ કરતા તેને પોલીસ ફરિયાદ કરવા હિંમત આપી હતી. સગીરાએ હિંમત દાખવીને જાતે પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી પિતાને આજીવન કેદ અને સગીરાને 7 લાખ વળતર ચૂકવવા ઓથોરિટીને હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Chembur tanker blast: Four booked for negligence after driver’s death
    Next Article
    અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની બેટિંગ:સિંધુભવન, થલતેજ અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ, તાપીમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદી ઝાપટા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment