Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:ધન રાશિના જાતકોને મુશ્કેલ સમયમાં ચમત્કારિક મદદ મળશે, મીન રાશિ માટે સફળતાના નવા દ્વાર ખુલશે

    4 days ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 19 જુલાઈ 2026, રવિવારના રોજ અષાઢ સુદ છઠ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કન્યા છે. રાહુકાળ સાંજે 05:43થી 07:22 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: અનુકૂળ ગ્રહ સ્થિતિ બની રહી છે, તેનો ભરપૂર સદઉપયોગ કરો. કોઈ પણ તક કે ઉપલબ્ધિ સામે આવે, તો તેને તરત જ ઝડપી લો. યોગ્ય સમયે કરેલા કાર્યોનું પરિણામ પણ સારું મળશે. પરિવારના કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં તમારા વિચારોને પ્રાધાન્ય મળશે. નેગેટિવ: આ સમયે કોઈપણ પ્રકારનું જોખમ લેવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કાયદાકીય બાબતોથી દૂર રહો અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરો. કોઈ નજીકના મિત્ર સાથે સંબંધ બગાડવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. વ્યવસાય: વ્યવસાય સંબંધિત કોઈપણ યોજનાને સાકાર કરવા માટે આ યોગ્ય સમય છે, પરંતુ સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. કોઈ પણ ફોન કે ઈ-મેલને અવગણશો નહીં, કોઈ મોટો ઓર્ડર કે કોન્ટ્રાક્ટ મળી શકે છે. નાણાકીય કાર્યો સાવધાનીપૂર્વક કરો. લવ: પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે પાર્ટનરને કોઈ ગિફ્ટ ચોક્કસ આપો. સ્વાસ્થ્ય: સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા રહી શકે છે. વ્યાયામ અને યોગ પર વધુ ધ્યાન આપો. લકી કલર: ક્રીમ લકી નંબર: 9 પોઝિટિવ: કોઈ પણ તક સામે આવે, તો તેને ઝડપવામાં સહેજ પણ વિલંબ ન કરો. આ સમયે ગ્રહ સ્થિતિ સાનુકૂળ છે, આર્થિક યોજના સંબંધિત કોઈ લક્ષ્ય સરળતાથી પૂર્ણ થશે. તમારું વ્યક્તિત્વ અને પ્રભાવશાળી વાણી બીજા પર ઉત્તમ છાપ છોડશે. નેગેટિવ: ઉતાવળમાં લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે, તેથી સારી રીતે વિચારીને જ કોઈ પરિણામ પર પહોંચો. તમારા સપના સાકાર કરવા માટે ખૂબ જ મહેનત અને પરિશ્રમની જરૂર પડશે. યુવાનોએ બિનજરૂરી પ્રવૃત્તિઓ છોડીને પોતાના કરિયર પર વધુ ધ્યાન આપવું. વ્યવસાય: બિઝનેસમાં વિસ્તરણ સંબંધિત યોજનાઓ પર ચર્ચા-વિચારણા થશે. વર્તમાન વ્યવસાયિક પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલતી રહેશે. વિદેશ સંબંધિત વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી. ઓફિસમાં તમારા પ્રોજેક્ટને લઈને ખૂબ જ એકાગ્રતા અને મહેનતની જરૂર છે. લવ: તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ ચોક્કસ લો, તેનાથી તમને યોગ્ય સલાહ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત નિયમિત તપાસ કરાવો અને સારવારમાં બેદરકારી ન રાખો. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: લાભદાયી જનસંપર્ક સ્થાપિત થશે. અટકેલા કાર્યોને ફરીથી ગતિ આપવા માટે અનુકૂળ સમય છે, તેથી આ સમયે માત્ર તમારા લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. જો કોઈ નવું વાહન ખરીદવાની યોજના હોય, તો તેનો અમલ તરત જ કરો. નેગેટિવ: દિવસના ઉત્તરાર્ધમાં કેટલાક અવરોધો આવી શકે છે. બહેતર રહેશે કે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. સંતાનની સમસ્યાઓ ઉકેલવામાં તમારો સહયોગ જરૂરી બનશે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારા ગુસ્સા પર કાબૂ રાખો. વ્યવસાય: બિઝનેસને લઈને તમારું કોઈ સપનું સાકાર થવાનું છે. આ સમયે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો સારો નફો કમાશે. લેવડ-દેવડ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. નોકરીયાતો પર કામનો બોજ વધુ રહેશે. લવ: વૈવાહિક સંબંધોમાં યોગ્ય તાલમેલ રહેશે. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાતની તક મળશે. યુવા વર્ગની મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઈ શકે છે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનને કારણે ગળામાં દુખાવો, શરદી-ઉધરસ જેવી સ્થિતિ થઈ શકે છે. બેદરકારી રાખ્યા વગર તરત જ સારવાર લો. લકી કલર: લાલ લકી નંબર: 2 પોઝિટિવ: ફાઇનાન્સ સંબંધિત પ્રવૃત્તિઓને લઈને કરેલા પ્રયાસોના સકારાત્મક પરિણામો સામે આવશે. કેટલાક વિશિષ્ટ લોકો સાથે વિચારોનું આદાન-પ્રદાન થશે, જેનાથી તમારી વિચારશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવશે. બાળકોના ભવિષ્યને લઈને પણ સારો અનુભવ મળશે. નેગેટિવ: ઘરના જ કોઈ સભ્યના વર્તનને કારણે અકારણ તણાવ જેવી સ્થિતિ અનુભવાશે. ખર્ચ કરતી વખતે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે ઉકેલો. ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખો. વ્યવસાય: કાર્યસ્થળ પર કોઈ વિશેષ પ્રોજેક્ટ માટે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. કર્મચારીઓ અને સ્ટાફનો પણ પૂરો સહયોગ રહેશે. નોકરીયાતોને કામમાં બેદરકારીને કારણે ઉચ્ચ અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે. લવ: ઘરનું વાતાવરણ મધુર અને સૌહાર્દપૂર્ણ રહેશે. જીવનસાથીની નાદુરસ્ત તબિયતના કારણે ઘરની જવાબદારીઓ સંભાળવામાં તમારો યોગ્ય સહયોગ રહેશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વધુ પડતી વ્યસ્તતાને કારણે થાક હાવી થઈ શકે છે. થોડો સમય આરામ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ વિતાવો. લકી કલર: લીલો લકી નંબર: 7 પોઝિટિવ: આજે દિવસભર ઘણી પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે. કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ પર વિચાર કરવાથી વધુ સારા પરિણામો મળશે. મિત્રો સાથે સમય આનંદદાયક પસાર થશે, જેનાથી દિનચર્યાનો થાક દૂર થશે. નેગેટિવ: પારિવારિક મતભેદોને પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યની મધ્યસ્થતાથી ઉકેલવાનો પ્રયાસ કરો, સફળતા ચોક્કસ મળશે. વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના લક્ષ્યો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે, જેના કારણે તેઓ પોતાનું જ નુકસાન કરી બેસશે. વ્યવસાય: વ્યવસાયમાં કેટલાક ફેરફારો થશે, જે સકારાત્મક રહેશે. મીડિયા, આર્ટ, પબ્લિકેશન વગેરે કાર્યોમાં ઉત્તમ સફળતા મળશે. ઘરની મુશ્કેલીઓને વેપાર પર હાવી ન થવા દો. તમારા કાર્યો પૂરી એકાગ્રતાથી કરવાથી નવી સિદ્ધિઓ મળશે. લવ: પતિ-પત્ની વચ્ચે તાલમેલના અભાવે ઘરની વ્યવસ્થા ખોરવાઈ શકે છે. પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જવાનો પ્રોગ્રામ બનશે. સ્વાસ્થ્ય: ક્ષમતા કરતા વધારે કાર્યભાર ન લો, નહીં તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. કામની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મૂંઝવણોમાંથી રાહત મળશે. તમારા મનગમતા કાર્યોમાં પણ થોડો સમય વિતાવો. આ સમયે તમારા નાણાકીય કાર્યો પર વધુ ધ્યાન આપો, જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નેગેટિવ: અજાણ્યા અને અપરિચિત લોકો સાથેના વ્યવહાર કે લેવડ-દેવડમાં સાવધાની રાખો, તમે કોઈ ષડયંત્રનો ભોગ બની શકો છો. તેથી ખરાબ લોકોની સંગતથી દૂર રહેવું જ હિતાવહ છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. જો કે, બીજા પર વધુ પડતો આધાર ન રાખો અને ન તો આંખ બંધ કરીને વિશ્વાસ કરો. તમારી પોતાની યોગ્યતા અને કાર્યકુશળતાથી કામ કરવાથી યોગ્ય પરિણામ મળશે. નોકરીયાતો ઓફિસના રાજકારણથી પરેશાન થઈ શકે છે. લવ: દાંપત્ય જીવનમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખો. પતિ-પત્ની વચ્ચે કોઈ નજીકના સંબંધીના કારણે ગેરસમજ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા વધી શકે છે. થોડો સમય મેડિટેશન અને આરામ માટે ચોક્કસ કાઢો. લકી કલર: પીળો લકી નંબર: 1 પોઝિટિવ: ચતુરાઈ અને વિવેકથી કામ લેવાથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં બનશે. ભાવનાઓમાં વહીને કોઈ નિર્ણય ન લો. ઘરમાં સંતાન સંબંધી કોઈ શુભ સમાચાર મળવાથી ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. આજે અટકેલા પારિવારિક કાર્યો પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. નેગેટિવ: કેટલીક નવી જવાબદારીઓ આવવાથી વ્યસ્તતા વધશે. આ સમયે કોઈ નુકસાન થવાની સ્થિતિ પણ બની રહી છે, તેથી હિસાબ-કિતાબ સંબંધિત કાર્યો સાવધાનીપૂર્વક કરો. વગર કારણે કોઈની સાથે ન ગૂંચવાઓ. કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે તેના મૂળ સુધી જવું જરૂરી છે. વ્યવસાય: આયાત-નિકાસ સંબંધિત વ્યવસાયમાં લાભદાયી સ્થિતિ બની રહી છે. પ્રોપર્ટી ડીલિંગના બિઝનેસમાં વિશેષ નફો થઈ શકે છે. માર્કેટિંગ સંબંધિત કાર્યો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો. વેપાર અર્થે કોઈ યાત્રાનું આયોજન હોય, તો હાલ પૂરતું તેને સ્થગિત રાખવું યોગ્ય રહેશે. લવ: પતિ-પત્નીના પ્રયાસોથી ઘરની વ્યવસ્થા સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. યુવાનોને ડેટિંગની ઉત્તમ તકો મળી શકે છે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનની પ્રતિકૂળ અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું. લકી કલર: કેસરી લકી નંબર: 2 પોઝિટિવ: સમય મિશ્ર પ્રભાવવાળો રહેશે. જો કે, તમે તમારી સૂઝબૂઝથી પરિસ્થિતિઓને સકારાત્મક બનાવી લેશો. ઘર માટે ઉપયોગી મહત્વપૂર્ણ વસ્તુઓની ખરીદીમાં સમય પસાર થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્યો માટે સખત મહેનત કરે, સફળતા ચોક્કસ મળશે. નેગેટિવ: તમારા પર ક્ષમતા કરતા વધારે કાર્યભાર કે જવાબદારીઓ ન લો. તમારી સિદ્ધિઓને કારણે કેટલાક લોકોમાં તમારા પ્રત્યે ઈર્ષ્યાની ભાવના પેદા થઈ શકે છે, પરંતુ બધાને અવગણીને તમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. વ્યવસાય: વ્યાવસાયિક દ્રષ્ટિએ દિવસ ઉત્તમ રહેશે. આવકનો સ્ત્રોત વધારવાની કોઈ નવી તક મળી શકે છે. સ્ટાફની મદદથી કાર્યો સુચારૂ રીતે ગોઠવાઈ જશે. નોકરીયાતો પર વધારાનો કાર્યભાર આવી શકે છે. તણાવ લેવાને બદલે કાર્યક્ષમતા જાળવી રાખો. લવ: ઘર-પરિવારમાં સુખદ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે. પ્રેમી-પ્રેમિકાને પણ મુલાકાત માટેની સાનુકૂળ તકો મળશે. સ્વાસ્થ્ય: કોઈપણ પ્રકારનું જોખમ ન લો. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. કોઈ ઈજા કે અકસ્માત થવાના યોગ બની રહ્યા છે. લકી કલર: નારંગી લકી નંબર: 4 પોઝિટિવ: ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. ભવિષ્યના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે કરેલા પ્રયાસો સફળતા તરફ આગળ વધશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ મુશ્કેલીમાં ચમત્કારિક રીતે ક્યાંકથી મદદ મળી રહેશે. કોઈ નજીકના સંબંધીના આગમનથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. નેગેટિવ: જમીન-મકાન કે મિલકત સાથે જોડાયેલી બાબતોમાં કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. આ સમયે સામાજિક અને રાજકીય કાર્યોથી થોડું અંતર રાખવું, કારણ કે તેમાં સમયના બગાડ સિવાય કશું હાંસલ નહીં થાય. આ સમય પોતાના કામ પર જ ફોકસ રાખવાનો છે. વ્યવસાય: સમય સાનુકૂળ છે, તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થતા જશે. હરીફાઈ સંબંધિત કાર્યો કરવામાં તમારી રુચિ વધશે અને સફળતા પણ મળશે. યુવાનોના કરિયરની નવી શરૂઆત થઈ શકે છે. કર્મચારીઓએ પબ્લિક ડીલિંગ કરતી વખતે વિશેષ ધ્યાન રાખવું. લવ: વૈવાહિક સંબંધો સુખદ રહેશે. વડીલોના આશીર્વાદ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે. સ્વાસ્થ્ય: વધારે પડતી વ્યસ્તતાને કારણે થાક અને માથાનો દુખાવો જેવી ફરિયાદ રહી શકે છે. આરામ માટે પણ સમય ચોક્કસ કાઢો. લકી કલર: જાંબલી લકી નંબર: 7 પોઝિટિવ: જો કોઈ પ્રોપર્ટી સંબંધિત મામલો અટકેલો હોય, તો આજે તેનો ઉકેલ આવવાની પૂરી સંભાવના છે. દિવસના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિઓ તમારા મન મુજબ અનુકૂળ બનશે. કોઈ ખાસ વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન મળશે. સામાજિક સંપર્કો દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે. નેગેટિવ: બહારની પ્રવૃત્તિઓમાં વધુ સમય ન બગાડો. ઓનલાઈન પ્રવૃત્તિઓની વધુમાં વધુ માહિતી મેળવવી જરૂરી છે, કારણ કે વર્તમાન પરિવેશ બદલાયો છે. પરિવારના કોઈ સભ્યનું વર્તન તમને થોડું વિચલિત કરી શકે છે, શાંત રહીને ઉકેલ શોધો. વ્યવસાય: વ્યવસાય સંબંધિત કોઈ નવું કામ શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે, સારો નફો પણ થશે. જો કે, મશીનરી અને લોખંડ સાથે જોડાયેલા વ્યવસાયમાં કોઈ સમસ્યા આવી શકે છે. કોઈ ઓફિશિયલ યાત્રા તમારી પ્રગતિમાં સહાયક સાબિત થશે. લવ: ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે અને લગ્ન માટે પરિવારના સભ્યોની મંજૂરી પણ મળી જશે. સ્વાસ્થ્ય: પેટમાં ગરબડ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી મુશ્કેલીઓ વધી શકે છે. લકી કલર: સફેદ લકી નંબર: 5 પોઝિટિવ: તમારી દિનચર્યા અને વ્યક્તિત્વ પ્રત્યે જાગૃત રહો. લાભદાયી કરાર અથવા સંપર્કો સ્થાપિત થશે, આ તકને હાથમાંથી ન જવા દો. તમારી યોજનાઓ ગુપ્ત રાખીને તેનો અમલ કરો. કોઈની મદદથી પ્રોપર્ટી સંબંધિત સમસ્યા ઉકેલાઈ શકે છે. નેગેટિવ: ધ્યાન રાખો કે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમને નુકસાન પહોંચાડી શકે છે. પરિસ્થિતિઓનું પૂરું અવલોકન કરતા રહો અને આળસને હાવી ન થવા દો. આ સમયે વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના કાર્યો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે, જેના કારણે પાછળથી પસ્તાવો થઈ શકે છે. વ્યવસાય: બિઝનેસમાં ઉતાર-ચઢાવ વાળો દિવસ રહેશે. નવી સિદ્ધિઓ મેળવવા માટે સખત મહેનતની જરૂર છે. નાણાંની ઉધાર લેવડ-દેવડ કરતી વખતે તેની પરત ચૂકવણી ચોક્કસ સુનિશ્ચિત કરી લો. આજે પણ ઓફિસનું વધારાનું કામ કરવું પડી શકે છે. લવ: દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. તેમજ ઘરનું વાતાવરણ પણ ખુશનુમા અને સૌહાર્દપૂર્ણ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: થોડો સમય પોતાના આરામ માટે પણ ચોક્કસ કાઢો. સર્વાઈકલ અને ખભામાં દુખાવાની સ્થિતિ રહી શકે છે. લકી કલર: પીળો લકી નંબર: 9 પોઝિટિવ: આજે તમારા માટે સફળતાના નવા દ્વાર ખૂલવાના છે. દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂરું કરવાનો પ્રયાસ કરો. વધુ પડતી ભાવુકતા અને ઉદારતા રાખવાથી લોકો તમારો ગેરફાયદો ઉઠાવી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સંતોષજનક સમાચાર મળશે. નેગેટિવ: જ્યાં સુધી શક્ય હોય, ત્યાં સુધી તમારા કાર્યો જાતે જ ઉકેલો, બીજાના કારણે કોઈ નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. યુવાનોએ ભવિષ્યના કોઈ પ્રોજેક્ટને લઈને ઉતાવળ ન કરવી, કારણ કે હાલ પૂરતું કોઈ યોગ્ય પરિણામ નહીં મળે. આજે કોઈને પૈસા ઉધાર આપવા માટે સમય અનુકૂળ નથી. વ્યવસાય: વ્યવસાયમાં આજે કોઈ નવો નિર્ણય ન લો. આ સમયે કૌટુંબિક વ્યવસાય સાથે જોડાયેલા કાર્યો સફળ રહેશે. રોજગારની શોધમાં રહેલા લોકોને અચાનક કોઈ મહત્વપૂર્ણ માહિતી મળવાથી મન પ્રસન્ન થશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ સારી ડીલ પણ થઈ શકે છે. લવ: જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો. પારિવારિક પ્રેમ તથા સુખ-શાંતિનો આનંદ લો. પ્રેમ સંબંધો પરિવાર સામે ઉજાગર થઈ શકે છે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ યોગ અને વ્યાયામ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. લકી કલર: વાદળી લકી નંબર: 3
    Click here to Read More
    Previous Article
    19 જુલાઈનું અંકફળ:અંક 3 અને 5ના જાતકોને નોકરીમાં બદલીના સંકેત, અંક 8ના જાતકોને લગ્નના યોગ
    Next Article
    પાટણ નગરપાલિકાના 25થી વધુ વિકાસ કામો મંજૂર:10 સ્થાનિક ડ્રાઇવરોની ભરતીને લીલી ઝંડી, ફોરમેનનો પગાર વધારો નામંજૂર

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment