Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ફરિયાદ સમિતિની બેઠક:ચાંદીપુરા વાયરસ સામે તકેદારી, દવા છંટકાવની સૂચના અપાઈ

    8 hours ago

    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે તકેદારી રાખવા અને દવા છંટકાવની કામગીરી સઘન બનાવવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસકાર્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકપ્રતિનિધિઓ અને મહાનુભાવો દ્વારા લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. ધારાસભ્ય પી.કે.પરમારે પીજીવીસીએલ સંબંધિત કામગીરી, જેમ કે હાઈવે માટે વીજપોલ ખસેડવા, વીજ લોડ વધારવા, પાટડી નગરપાલિકામાં નર્મદાના શુદ્ધ પાણી માટે ટ્રાન્સફોર્મર મૂકવા અને નર્મદા કેનાલને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે ધારાસભ્ય શામજી ચૌહાણે 'સૌની યોજના' લિંક-3 મારફતે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી પહોંચાડવા અંગે રજૂઆત કરી હતી. આ પ્રશ્નોના સંદર્ભમાં કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને હકારાત્મક અભિગમ અપનાવી ઝડપી ઉકેલ લાવવા સૂચના આપી હતી. તેમણે સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને સમયમર્યાદામાં કરવા તાકીદ કરી હતી. કલેક્ટરે અધિકારીઓને સરકારી કામગીરી સમયસર પૂર્ણ કરવા અને તેના કારણે સ્થાનિક લોકોને અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. ચોમાસું ખેંચાવાના કારણે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂનની બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ પણ અપાયો હતો. ખાસ કરીને, જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે પૂરતી તકેદારી રાખવા, કાચા ઘરોમાં દવા છંટકાવની કામગીરી વધુ સઘન બનાવવા અને રોગચાળા સામે તમામ પ્રિવેન્ટિવ એક્શન લેવા પર કલેક્ટરે વિશેષ ભાર મૂક્યો હતો. વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવા માટે નિવૃત્ત કર્મચારીઓના બાકી પેન્શન કેસ, ખાનગી અહેવાલો, સરકારી લેણાની વસૂલાત, સાંસદ-ધારાસભ્યઓના પત્રોનો સમયસર નિકાલ, તકેદારી આયોગની અરજીઓ, આર.ટી.આઈ.ના જવાબો અને એ.જી.ઓડિટના બાકી પેરા સહિતના મહત્વના વહીવટી મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર વી.ડી.સાકરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ દવે, પુરવઠા અધિકારી એ.જી.ગજ્જર સહિત સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જિલ્લાના સંબંધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભૂતિયા સ્કૂલ બંધ કરાવવા કોંગ્રેસની માંગ:ન્યૂ ફ્લોરા સ્કૂલ રહેણાંકમાં અને અંબિકા વિદ્યાલયની માન્યતામા પ્રીમિયર સ્કૂલના ચાલતી હોવાનો આક્ષેપ, DEOએ તપાસ કમિટી રચી
    Next Article
    Aamir Khan पर क्या बोले CJP के Spokesperson... |3 Idiots|

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment