Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓછું અનાજ આપતા રેશન દુકાનદારોના લાયસન્સ રદ થશે:જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો કડક સંદેશ

    4 days ago

    વલસાડમાં યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર નીતિન સાંગવાને રેશન દુકાનદારો દ્વારા લાભાર્થીઓને ઓછું અનાજ આપવા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે આવા કિસ્સાઓમાં લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્યો અને જિલ્લા સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓને પ્રજાની અરજીઓનો ઝડપી અને હકારાત્મક નિકાલ કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે કેટલાક સસ્તા અનાજના દુકાનદારો દ્વારા લાભાર્થીઓને ઓછું અનાજ આપવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. આના પર કલેક્ટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને ગામોની વિજિલન્સ કમિટીઓને અનાજનો જથ્થો ચકાસ્યા બાદ જ સ્વીકારવા જણાવ્યું હતું. ધારાસભ્ય પાટકરે બોરીગામમાં મંજૂર થયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાંધકામ માટે જમીન ફાળવણી, ડહેલી ઝરીપાડા ખાતે માર્ગ ખુલ્લો કરાવવા અને ટ્રાયબલ સબ પ્લાન હેઠળ ડાંગર કીટના સમયસર વિતરણ જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. સંબંધિત અધિકારીઓએ આ અંગે ઝડપી કાર્યવાહીની ખાતરી આપી હતી. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે હનમતમાળ અને બામટી-લાલડુંગરી ખાતે કોમ્યુનિટી હોલના કામ, માજી રાજબા કન્યા શાળાને હેરિટેજ તરીકે જાળવવા, એસટી બસ સેવા, વિયર કમ કોઝવે અને ટેલિફોન સેવાઓ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટરે આ તમામ મુદ્દાઓ પર સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. કલેક્ટર નીતિન સાંગવાને આગામી છ મહિનામાં લોકભાગીદારીથી સમગ્ર વલસાડ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં મુખ્ય માર્ગોની નિયમિત સફાઈ કરાશે અને ત્યારબાદ સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વેગ અપાશે. તેમણે અબ્રામા રોડ પર થયેલી સ્વચ્છતા કામગીરીની પ્રશંસા પણ કરી હતી. આ ઉપરાંત, કલેક્ટરે તમામ સરકારી કચેરીઓને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે ઉમેર્યું કે આગામી દિવસોમાં વિવિધ સરકારી કચેરીઓની અચાનક મુલાકાત લઈ સ્વચ્છતાની સમીક્ષા કરવામાં આવશે અને સફાઈ અંગેના પ્રેઝન્ટેશન પણ રજૂ કરવા વિભાગોને જણાવાયું છે. બેઠકમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કચ્છના પશુપાલકોને રાહત:કલેક્ટરે ચારા વિતરણની સંપૂર્ણ યોજના જાહેર કરી, રૂ. 2 પ્રતિ કિલો ઘાસ મળશે
    Next Article
    Jennifer Winget Gets Married To Longtime Boyfriend William Ishmael In The UK. See Pics

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment