Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રામાં ભક્તોને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ:ક્રાઈમ બ્રાન્ચે ચેઈન સ્નેચિંગના બે ગુનાના ભેદ ઉકેલ્યા, 'મોગીયા ગેંગ'ના નવ આરોપીઓ ઝડપાયા

    4 days ago

    વડોદરા શહેરમાં તાજેતરમાં અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ઉમટેલી ભક્તોની ભારે જનમેદની અને ભીડનો લાભ લઈ સોનાના કિંમતી દાગીના, મંગળસૂત્ર અને ચેઈન સ્નેચિંગ કરવાની ઘટનાઓ સામે આવી હતી. આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચિંગના ગુનાઓ રજીસ્ટર થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રામાં ભક્તોને ટાર્ગેટ કરી ધક્કામુક્કી કરી સ્નેચિંગ કરતી 'મોગીયા ગેંગ'ના નવને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચેઈન સ્નેચિંગ કરતી ગેંગની બાતમી મળી આ ગુનાના આરોપીઓને પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચના PI એસ.એમ.ગામેતી, ડી.બી.ચુડાસમા અને આર.એસ.ગોહિલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રથયાત્રાની ભીડમાં ધક્કામુક્કી કરી લોકોના ગળામાંથી સોનાના ચેઈન-મંગળસૂત્ર તોડતી 9 સ્ત્રી-પુરુષોની એક શંકાસ્પદ ટોળકી કમાટીબાગ થઈને રેલ્વે સ્ટેશન તરફ જઈ રહી છે. કમાટીબાગ પાસેથી 9ને પોલીસે દબોચી લીધા આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્વરિત એક્શનમાં આવી કમાટીબાગ પાસે વોચ ગોઠવી બાતમી મુજબના તમામ 9 શંકાસ્પદ શખસોને સોનાના દાગીના અને મોબાઈલ ફોન સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી મળી આવેલા મુદ્દામાલ અંગે કોઈ કાયદેસરના બિલ કે પુરાવા ન મળતા પોલીસે તમામની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. ગેંગનો મુખ્ય સૂત્રધાર સુંદર ચૌહાણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ આંતરરાજ્ય 'મોગીયા ગેંગ'ની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો. આ ટોળકી પોતાના વતનથી પહેલા અમદાવાદ આવી હતી અને ત્યાં એક દિવસ રોકાયા બાદ 16 જુલાઈના બપોરે વડોદરામાં રથયાત્રાની ભીડભાડમાં જોડાઈ ગઈ હતી. ગેંગનો મુખ્ય સૂત્રધાર સુંદર ચૌહાણ ભીડમાં મહિલાઓ અને પુરુષો સાથે ધક્કામુક્કી કરતો હતો અને વચમાં રહીને મહિલાઓના ગળામાંથી સોનાના મંગળસૂત્ર તેમજ ચેઈન તોડી લેતો હતો. ચોરી કરી ચેઈને અન્યને પાસ કરી દેતો આ ચોરી કરેલો મુદ્દામાલ તે તુરંત જ નજીકમાં ઉભેલા ગેંગના અન્ય સહ-આરોપીઓને પાસ કરી દેતો હતો જેથી કોઈને શંકા ન જાય. આ રીતે સ્નેચિંગ કરીને મેળવેલા મુદ્દામાલ સાથે તેઓ વડોદરા છોડીને પોતાના વતન ભાગી જવાની ફિરાકમાં હતા, પરંતુ તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા હતા. ગેંગમાં 5 પુરુષો અને 4 મહિલાઓ સામેલ પોલીસ પકડમાં આવેલા આરોપીઓમાં મધ્યપ્રદેશ, પંજાબ અને રાજસ્થાન કનેક્શન ધરાવતી ટોળકીના 5 પુરુષો અને 4 મહિલાઓ સામેલ છે. આરોપીઓમાં ગોપાલસિંહ ફતેસિંહ મોગીયા (મધ્યપ્રદેશ), મુખ્ય સૂત્રધાર સુંદર છીદી ચૌહાણ (પંજાબ), કરણ નરેશભાઈ મોગીયા (મધ્યપ્રદેશ), ભીમ બિજેન્દ્ર ચૌહાણ (પંજાબ), અને રવિ વિજયસિંહ મોગીયા (મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે. જ્યારે તેમની સાથે મદદગારી કરનાર મહિલા આરોપીઓમાં કાજલ કરણ નરેશભાઈ મોગીયા (મધ્યપ્રદેશ), કિરણબેન ગોપાલસિંહ ફતેસિંહ મોગીયા (મધ્યપ્રદેશ), દિપા રવિ વિજયસિંહ મોગીયા (મધ્યપ્રદેશ) અને સોની રવિ કિરણપાલ ચૌહાણ (રહે. રાજસ્થાન) નો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચે આ સફળ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂ.4,56,952ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂ.1,34,919ની કિંમતની સોનાની 1 ચેઈન, ₹ 2,99,533ની કિંમતના 2 સોનાના મંગળસૂત્ર તેમજ વિવો, રીયલમી, વનપ્લસ, લાવા અને સેમસંગ કંપનીના કુલ 7 મોબાઈલ ફોન (કિંમત રૂ. 25,000) નો સમાવેશ થાય છે. આ કામગીરીથી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચેઈન સ્નેચિંગના બે મહત્વના ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'જમીન અમારી માં છે, વળતર નહીં તો ટાવર નહીં':સુરતમાં સરકારી પરિપત્રની હોળી કરી ખેડૂતોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો
    Next Article
    ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:હિલસ્ટેશન સાપુતારામાં પણ મોસમ જામી; આહવા, વધઈ અને સુબીર તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment