Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ દ્વારકામાં માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ:હાઈવે પરના અનધિકૃત મીડિયન ગેપ બંધ કરવા અને દબાણો હટાવવા કલેક્ટરના આદેશ

    11 hours ago

    ખંભાળિયાના જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના હાઈવે અને અન્ય માર્ગો પર અકસ્માતો અટકાવવા અને વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બનાવવા અંગે ગંભીર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટર રાજેશ તન્નાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર જોખમી રીતે બનાવાયેલા અનધિકૃત મીડિયન ગેપ તાત્કાલિક બંધ કરવા અને રસ્તા નજીકના ગેરકાયદે દબાણો તેમજ ઇમારતો દૂર કરવા કડક સૂચના આપી હતી. આ સાથે જ તેમણે હિટ એન્ડ રન કેસોની સમીક્ષા કરી નવા બનતા માર્ગો પર પ્રોપર લેવલ જાળવવા તાકીદ કરી હતી. પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં માર્ગદર્શિકાના ચુસ્ત અમલ પર ભાર મુકાયો આ બેઠકમાં પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર એમ.વી. દેસાઈ અને એ.આર.ટી.ઓ. જી.વી. તલસાણિયા સહિત સમિતિના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ જિલ્લામાં માર્ગ સલામતીના નિયમોનો ચુસ્તપણે અમલ થાય અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે એકજૂટ થઈને કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ કોલેજમાં સ્વચ્છતા જાગૃતિ કેમ્પ યોજાયો:મ્યુનિસિપલ કોર્પોરેશને કચરાના નિકાલની યોગ્ય પદ્ધતિ સમજાવી
    Next Article
    ब्रिटेन में एक के बाद एक बदले प्रधानमंत्री, नेहरू का रिकॉर्ड तोड़ने की भी चिंता नहीं!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment