Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ કોલેજમાં સ્વચ્છતા જાગૃતિ કેમ્પ યોજાયો:મ્યુનિસિપલ કોર્પોરેશને કચરાના નિકાલની યોગ્ય પદ્ધતિ સમજાવી

    9 hours ago

    જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડો. સુભાષ મહિલા કોલેજમાં સ્વચ્છતા જાગૃતિ અને કચરાના યોગ્ય નિકાલ અંગે એક જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. આ કેમ્પ નેશલે ઇન્ડિયા અને પ્લાન ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ 'હિલદારી પ્રોજેક્ટ' અંતર્ગત યોજાયો હતો. મહાનગરપાલિકાની હદમાં આવતી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે આ પ્રોજેક્ટ કાર્યરત છે. કાર્યક્રમમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇ.ટી. આસિસ્ટન્ટ શ્વેતાબેન ટાંક અને સિનિયર એજ્યુકેટીવ કોમ્યુનિટી હેડ હાર્દિકભાઈ ઠાકરે હાજરી આપી હતી. તેમણે કચરાના પ્રકારો અને તેના યોગ્ય નિકાલની પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. કચરાનું વિભાજન કરીને તેને રિસાયકલ કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય બલરામ ચાવડાએ આ વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમને ખૂબ જ મહત્વપૂર્ણ અને જાગૃતિ લાવનાર ગણાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડો. નયનાબેન ગજ્જરે કર્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓ જવાહરભાઈ ચાવડા અને મીતાબેન ચાવડાએ આવા સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઓમ મુરુગા સ્કૂલમાં વર્લ્ડ ઇમોજી ડેની ઉજવણી:વિદ્યાર્થીઓએ ઇમોજી ચિત્રો દ્વારા લાગણીઓ વ્યક્ત કરી
    Next Article
    દેવભૂમિ દ્વારકામાં માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ:હાઈવે પરના અનધિકૃત મીડિયન ગેપ બંધ કરવા અને દબાણો હટાવવા કલેક્ટરના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment