Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત:રાતે દૂધમાં ઊંઘની ગોળીનો ઓવરડોઝ આપ્યો, સ્કૂલ વાન ડ્રાઇવરના પ્રેમમાં હત્યાનું કાવતરું ઘડ્યું

    10 hours ago

    યુપીના મેરઠમાં સ્કૂલ સંચાલકના મોત મામલે પોલીસે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. પત્નીએ પોતાના પ્રેમી સ્કૂલ વાનના ડ્રાઈવર સાથે મળીને સ્કૂલ સંચાલક પતિને રસ્તામાંથી હટાવવા માટે હત્યાનું કાવતરું ઘડ્યું. પહેલા પતિને દૂધમાં ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ આપ્યો, પછી ઝેરી સાપ તેના બેડ પર છોડીને કરડાવ્યો. પોલીસે પત્ની, પ્રેમી અને બે મદારીઓ સહિત 4 લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે સવારે 6 વાગ્યે સ્કૂલ સંચાલક પતિનો મૃતદેહ ભાડાના મકાનના રૂમમાં બેડ પર મળ્યો. પછી પત્ની અને પરિવારના લોકો મૃતદેહ લઈને હોસ્પિટલ પહોંચ્યા, ડોકટરોએ મૃત જાહેર કર્યો. ઘટના બાદ પરિવારજનોએ પત્ની પર સાપ કરડાવીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે પત્નીને કસ્ટડીમાં લઈને પૂછપરછ પણ કરી. કોલ ડિટેલ તપાસતા ડ્રાઈવરની વધુ વાતચીત પર શંકા ગઈ. આ પછી ડ્રાઈવરે આખી ઘટના કબૂલી લીધી. પત્નીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તે રાત્રે લગભગ 2 વાગ્યે તેના 6 વર્ષના પુત્રને લઈને બીજા રૂમમાં સૂવા ગઈ હતી. સવારે જ્યારે રૂમમાં પહોંચી, ત્યારે પતિ બેડ પર ચાદર ઓઢીને સૂતા હતા. ઘણી વાર અવાજ કરવા છતાં કોઈ હલચલ ન થઈ, તો પત્નીએ ચાદર હટાવી. ત્યાં એક સાપ જોઈને તે ચીસ પાડી ઉઠી. તપાસમાં તેમના જમણા પગ પર સાપ કરડવાના નિશાન મળ્યા. મૃતકના પરિવારજનોએ પત્ની પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલો મેરઠના હસ્તિનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. 2 તસવીરો જુઓ- જાણો આખો મામલો શું હતો… હસ્તિનાપુરમાં ભાડાના મકાનમાં રહેતા હતા, લવ મેરેજ કર્યા હતા અતુલ કુમાર (32) બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના ભંડોરા ગામના રહેવાસી હતા. 4 કિલોમીટર દૂર હસ્તિનાપુરમાં પત્ની દામિની (30) અને 6 વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. છેલ્લા 4 વર્ષથી અતુલ અને દામિની ઘરથી 1 કિલોમીટર દૂર કૃષ્ણ કિડ્સ પ્લે સ્કૂલ ચલાવતા હતા. સ્કૂલ નર્સરીથી ધોરણ 5 સુધીની છે. તેમાં લગભગ 150 બાળકો ભણે છે. અતુલ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. પિતા અજબ સિંહ (72) ગામમાં ખેતી કરે છે. માતા સંતોષ દેવી (69) ગૃહિણી છે. મોટા ભાઈ કુલદીપ સેનામાંથી નિવૃત્ત છે. પત્ની, બાળકો સાથે બહસુમામાં રહે છે. બીજા નંબરના ભાઈ મનદીપે 4 વર્ષ પહેલા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 7 વર્ષ પહેલા અતુલ અને દામિનીએ લવ મેરેજ કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે અતુલ પ્લે સ્કૂલ ચલાવતા પહેલા એક કમ્પ્યુટર કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો. લગ્ન પછી પત્ની સાથે મળીને સ્કૂલ ચલાવી રહ્યા હતા. સવારે 7 વાગ્યે દામિનીએ ફોન કરીને જાણકારી આપી. અમને પહેલાથી જ વહુ પર શંકા હતી. અમે પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. પુરાવા ભેગા કર્યા. દૂધમાં ઊંઘની ગોળીઓ આપી, પછી બેડ પર સાપ છોડી દીધો તપાસ દરમિયાન પોલીસે દામિનીના મોબાઈલની કોલ ડિટેલ અને ટેકનિકલ પુરાવાઓની તપાસ કરી. જેમાં સ્કૂલ વાનનો ડ્રાઈવર તુષાર ઉર્ફે નિક્કી સાથે તેની સતત વાતચીત થતી હોવાનું સામે આવ્યું. પોલીસે તુષારની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેના દામિની સાથે પ્રેમ સંબંધ હતા. બંનેએ અતુલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. યોજના હેઠળ ગુરુવારે રાત્રે અતુલને દૂધમાં ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ આપવામાં આવ્યો, જેનાથી તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. ત્યારબાદ સોનુ અને ઉદયની મદદથી ઝેરી સાપને રૂમમાં લાવીને તેના બેડ પર છોડી દેવામાં આવ્યો, જેનાથી સાપે અતુલને ડંખ માર્યો અને તેનું મૃત્યુ થયું. સીઓ મવાના પંકજ લવાનિયાએ જણાવ્યું- શાળા સંચાલકનો મૃતદેહ મળ્યાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. ઘટનાસ્થળેથી પુરાવા અને નમૂના એકત્ર કર્યા. કોલ ડિટેલના આધારે ડ્રાઈવર તુષારને કસ્ટડીમાં લઈને સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે હત્યાની સંપૂર્ણ વાત કબૂલી લીધી. ડ્રાઈવર તુષાર, પત્ની દામિની, મદારી સોનુ અને ઉદયની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત લગભગ 20 દિવસ પહેલા પણ તુષારે અતુલને અર્ટિગા કારથી ટક્કર મારીને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હેલ્મેટ પહેરેલો હોવાથી તે બચી ગયો હતો. ફોનમાં મળેલા પુરાવાઓથી રહસ્ય ખુલ્યું પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જ ઘટના શંકાસ્પદ લાગી કારણ કે સાપની વાત અને ઘટનાસ્થળની પરિસ્થિતિઓ સામાન્ય નહોતી. ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ફોનમાંથી મળેલા પુરાવા અને પૂછપરછના આધારે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો. આરોપીઓના મોબાઈલમાંથી સાપનો ફોટો પણ મળ્યો છે. જપ્ત કરાયેલા સાપને પણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. મદારીને પૈસાની લાલચ આપીને સાપની વ્યવસ્થા કરી હતી. પોલીસને જાણ કરતા પહેલા જ તેમને હોસ્પિટલ પણ લઈ ગયા હતા. પરંતુ સાપને લઈને ઘણી બધી બાબતો મેળ ખાતી ન હતી. સાપ ઘરમાં કેવી રીતે આવી શકે? આ ક્રમમાં ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવ્યું. મૃતક અતુલ અને પત્ની દામિની મળીને એક કૃષ્ણ કિડ્સ પબ્લિક સ્કૂલ ચલાવતા હતા. બંનેએ 2019માં પ્રેમ લગ્ન કર્યા હતા. તપાસમાં દામિનીનો સ્કૂલ વાનના ડ્રાઈવર તુષાર સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું. એ પણ સામે આવ્યું કે બંને વચ્ચે સતત વાતચીત થતી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે અતુલના નામે લગભગ 20 લાખ રૂપિયાનો વીમો હતો. આરોપીઓએ વીમાની રકમ મળ્યા પછી મદદ કરનાર મદારીને પાંચ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તુષારનો મોબાઈલ અને અન્ય વસ્તુઓ જોવામાં આવી ત્યારે મોબાઈલમાં એક ડબ્બામાં બંધ સાપનો ફોટો પણ મળ્યો. તેના આધારે જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જ જણાવ્યું કે તેણે બે મદારીઓ પાસેથી આ સાપ ખરીદ્યો હતો. તુષારે જણાવ્યું કે દામિનીએ મળીને પ્લાન ઘડ્યો હતો કે પતિને માર્યા પછી વીમાના પૈસા લઈ લેશે. પછી હું પત્નીથી છૂટાછેડા લઈ લઈશ અને લગ્ન કરી લઈશું.
    Click here to Read More
    Previous Article
    फूट-फूटकर रो पड़े Abhijeet Dipke, Video Viral! | Sonam Wangchuk को उठा ले गई Police | Hunger Dtrike
    Next Article
    જગન્નાથજીની રથયાત્રામાં શ્રદ્ધાળુઓને શરબત-પાણીનું વિતરણ:વાત્સલ્ય સેવા મિત્ર મંડળે 149મી રથયાત્રા નિમિત્તે કર્યું આયોજન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment