Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિકારીઓ બહાર નિકળવા મુહૂર્ત શોધતા હ:વલસાડ શહેરના અધિકારીઓ સફાઇ માટે ઊંઘમાંથી જાગ્યા

    13 hours ago

    વલસાડના નવનિયુક્ત કલેકટર સમક્ષ પાલિકાના અઘિકારીઓ શહેરમાં કેવું કામ કરી રહ્યા છે તેની પોલ સામે આવી ગઇ છે. કલેકટર નિતીન સાંગવાને સપ્તાહ પૂર્વ જાતે ટીમ લઇને ચેકિંગ કરવા નિકળું પડ્યું હતું અને ગુરૂવારે તેમણે વલસાડને સ્વચ્છ અને સુંદર બનાવવા આહવાન કરતાં પોઢી ગયેલા પાલિકા અધિકારી ઊંઘમાંથી સફાળા જાગી જઇ રાતોરાત સફાઇ અભિયાન શરૂ કરી દેવું પડ્યું હતું. વલસાડ શહેર ચોખ્ખું વાતાવરણ અને સંસ્કાર અને શાંતિપ્રિય શહેરની અનંત શાખ ધરાવે છે. વલસાડમાં પશ્ચિમે તિથલ બીચ, સમુદ્દનો સૌંદર્ય સભર નજારો, પૂર્વમાં હરિયાળો પ્રદેશની કુદરતી ભૌગોલિક રચના લોકોને આકર્ષે છે. આટલું સરસ કુદરતી સંગમ હોય અને તે શહેરની પાલિકા સ્વચ્છતા માટે કામદારોને પ્રોત્સાહિત કરવા કે તેમને યોગ્ય રીતે કામે લગાડી સ્વચ્છતા અભિયાન વડે સુંદર બનાવવા મુદ્દે કલેકટર નિતીન સાંગવાને સ્વંય રુચિ દાખવી તે બાબત નાગરિકોનું સારુ નસીબ કહો તો અસ્થાને નહિ ગણાય. કલેકટરે ગુરૂવારે સાંજે વલસાડને સ્વચ્છ અને સુંદર બનાવવાની જાહેરાત કરતાં જ મોડી રાત્રિએ પાલિકાની 25 કામદારોની ટીમ કામદારો સાથે સફાઇ કરવા રસ્તા પર ઉતરી પડી હતી. જેમાં જેસીબી, ફાયર બ્રિગેડની ટીમ જોડાઇ હતી. ફાયર ટીમે રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરી સફાઇ હાથ ધરી હતી. જેસીબીની મદદથી કચરો અને ઝાડી ઝાંખરાનો નિકાલ કરાયો હતો. આરોગ્ય કમિટિના ચેરમેન હિતેશ પટેલ, બાંઘકામ શાખાના ઇજનેરો, સેનેટરી ઇન્સ્પેકટર, ચીફ ઓફિસર યશપાલ વાઘેલા મોડી રાત્રે નિકળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરની ટીમે નદી કાંઠા વિસ્તારનો સરવે કર્યો‎:ઔરંગા નદીના પૂરથી શહેરને બચાવવા ડ્રેજિંગ
    Next Article
    Sindhu in Japan Open final after Chen Yufei pulls out after 21-19, 15-10 down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment