Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરની ટીમે નદી કાંઠા વિસ્તારનો સરવે કર્યો‎:ઔરંગા નદીના પૂરથી શહેરને બચાવવા ડ્રેજિંગ

    12 hours ago

    વલસાડ અને લાગૂ પડતાં ભાગડાખુર્દ, લીલાપોર જેવા ગામના નજીકથી વહેતી ઔરંગા નદી છીછરી બનતા ડ્રેજિંગ માટે ધારાસભ્ય ભરત પટેલની રજૂઆતોને લઇ ગાંધીનગરથી શુક્રવારે એક સર્વે ટીમ પ્રાથમિક નિરીક્ષણ માટે આવી પહોંચી હતી. આ દરમિયાન ગ્રામજનોએ સ્થળ પર પહોંચી ડ્રેજિંગ કરવા ઉગ્ર માગ કરી હતી. આ મુદ્દે ટીમે ધારાસભ્ય સાથે ચર્ચા હાથ ધરી નદી વિસ્તાર નિહાળ્યો હતો. ઔરંગા નદીમાં ઉપરવાસમાં થતા ભારે વરસાદના પાણીને લઇ સતત કાંપ જામતો રહે છે. વર્ષોથી આ કાંપનો ભરાવો થતાં નદી છીછરી બની જવાના કારણે પટ ઉપર આવતા ચોમાસામાં ભારે વરસાદના દિવસોમાં પૂરના પાણી લાગૂ કિનારા વિસ્તારના ગામો અને વલસાડ શહેરના નીચા વિસ્તારોમાં પ્રવેશી જાય છે. જેના થકી લોકોના ઘરોમાં દૂકાનો સુધી પાણી ભરાતા નુકસાન વેઠવું પડે છે. આ ઔરંગા નદીનું ડ્રેજિંગ કરવા રજૂઆતો સ્થાનિક ધારાસભ્ય ભરતભાઇ પટેલે સમયાંતરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા સંબંધિત વિભાગના મંત્રાલયો સુધી રજૂઆતો કરતાં શુક્રવારે ધારાસભ્ય ભરતભાઇ પટેલની હાજરીમાં ગાંધીનગરથી ડ્રેજિંગ મામલે પ્રાથમિક તપાસ માટે ટીમ આવી પહોંચી હતી. બંદર ઓવરે જઇ ટીમે સ્થળ નિરીક્ષણ અને નદી કિનારા વિસ્તારનું વિહંગાવલોકન કર્યું હતું. આ તબક્કે પાલિકાના ચીફ ઈજનેર નગમા મોદી, સભ્ય અલકાબેન દેસાઈ હાજર રહ્યા હતા. હનુમાન ભાગડા સ્થાનિક રહીશોએ પણ રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગઈ:21 દિવસથી ભૂખ હડતાળ પર હતા, 9.5KG વજન ઘટ્યું; પ્રદર્શનકારીઓને જંતર-મંતર પરથી હટાવવામાં આવી રહ્યા છે
    Next Article
    અધિકારીઓ બહાર નિકળવા મુહૂર્ત શોધતા હ:વલસાડ શહેરના અધિકારીઓ સફાઇ માટે ઊંઘમાંથી જાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment