Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના હિરલબેન ઓઝાને રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય સ્થાન:ભારતીય ટપાલ વિભાગની ‘ઢાઈ આખર’ પત્ર લેખન સ્પર્ધામાં ગુજરાત રાજ્ય અને વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું

    20 hours ago

    ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત 'ઢાઈ આખર' રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધામાં વડોદરાના હિરલબેન ભાવિનકુમાર ઓઝાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે વર્ષ 2025ની સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી ગુજરાત રાજ્ય અને વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધાનું આયોજન ભારતીય ટપાલ વિભાગ દ્વારા બાળકો અને યુવા લેખકોમાં સર્જનાત્મકતા, લેખનકૌશલ્ય અને વિચારોની અસરકારક અભિવ્યક્તિ વિકસાવવા માટે કરવામાં આવે છે. વર્ષ 2025 માટે સ્પર્ધાની રાષ્ટ્રીય થીમ "મારા આદર્શ વ્યક્તિને પત્ર" રાખવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સિદ્ધિ બદલ વડોદરા પશ્ચિમ મંડળ કચેરી ખાતે એક સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા પશ્ચિમ મંડળના વરિષ્ઠ અધિક્ષક શ્રીમતી વર્ષા કારંડેના હસ્તે હિરલબેન ઓઝાને રૂ. 10,000નો ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. હિરલબેન ભાવિનકુમાર ઓઝા હાલમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની ઝીલોડ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે જીવનમાં અનેક પડકારો અને મુશ્કેલીઓનો અદમ્ય મનોબળ અને હિંમતથી સામનો કર્યો છે અને બ્રેસ્ટ કેન્સર સામે સફળતાપૂર્વક જંગ જીતી છે. તેમની આ જીવનયાત્રા સમાજ માટે પ્રેરણાદાયી છે. હિરલબેન ઓઝાની આ ઉપલબ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્ર, ગુજરાત રાજ્ય, વડોદરા શહેર અને સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. તેમની આ સિદ્ધિ અન્ય શિક્ષકો, વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને સર્જનાત્મક લેખન તેમજ જીવનના પડકારો સામે અડગ રહી આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડશે.
    Click here to Read More
    Previous Article
    કોઠા વીરડીમાં ધોરણ 6 થી 8નો પ્રારંભ:દીકરીઓને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ માટે ગામ બહાર નહીં જવું પડે
    Next Article
    Soman Wangchuk Hospitalised Live Updates: Activist Taken To Safdarjung Hospital, He's Conscious, Vitals Stable: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment