Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સહિત છ સાસરિયાઓ સામે ગુનો:પતિ પરસ્ત્રી સાથે મેસેજમાં વાતો કરતા ઝડપાયો, સગર્ભા પત્નીને કહ્યું, ‘મારે બાળક નથી જોઈતું, દવા લઈ લે’

    17 hours ago

    શહેરની પાંચ મહિનાની સગર્ભા પરિણીતાએ લગ્નજીવનની શરૂઆતથી જ પતિ અને સાસરિયાઓ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવતા રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સહિત છ સાસરિયાઓ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં પતિના અન્ય યુવતી સાથેના સંબંધો, મારકૂટ, બાળક ન રાખવા દબાણ અને સાસરિયાઓ દ્વારા સતત ઉશ્કેરણી કરી દંપતી વચ્ચે ઝઘડા કરાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં ભગવતીપરા સ્થિત સુખસાગર સોસાયટી, શેરી નં. 4માં પિતાના ઘરે રહેતી અને હાલ પાંચ મહિનાની સગર્ભા પુજાબેન ભાવિન રાજેશભાઈ ઝાલા (ઉ.વ.26)એ પતિ ભાવિન રાજેશભાઈ ઝાલા, સાસુ ધનુબેન રાજેશભાઈ ઝાલા, સસરા રાજેશભાઈ સુરાભાઈ ઝાલા, જેઠાણી રેખાબેન મેહુલભાઈ ઝાલા, નાના જેઠ પંકજભાઈ રાજેશભાઈ ઝાલા અને ફઈજી સાસુ મીનુબેન સુરેશભાઈ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 16 ફેબ્રુઆરી, 2021ના રોજ લગ્ન થયા બાદ બીજા જ દિવસથી પતિ અન્ય યુવતીઓ સાથે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજથી વાતચીત કરતો હતો. આ અંગે પૂછપરછ કરતાં પતિ ઝઘડો કરી ઢીંકા-પાટુનો માર મારતો હતો. જેઠના ગરબા ક્લાસમાં પતિ પોતાની પ્રેમિકાને પણ લાવતો હોવાથી પરિણીતાએ ત્યાં જવાનું બંધ કર્યું હતું. તેનો વિરોધ કરતાં પતિએ હાથની નસ કાપવાનો પ્રયાસ કરી ગળાફાંસો ખાઈ લેવાની ધમકી આપી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે જેઠાણી અને નાના જેઠ પતિની કાનભંભેરણી કરી ઝઘડા કરાવતા હતા, જ્યારે સાસુ-સસરા પતિને સમજાવવાને બદલે પરિણીતાને જ પિયરમાં મોકલી દેતા હતા. સાસુ દ્વારા “બાળકો થતા નથી” કહી મેણાં-ટોણાં મારવામાં આવતા હતા. છેલ્લા ચાર મહિનાથી પિયરમાં રહેતી પરિણીતાએ ગર્ભવતી હોવાની જાણ કરતાં પતિએ ફોન પર “મારે બાળક નથી જોઈતું, તું દવા લઈ લે” તેમ કહ્યું હતું. ઉપરાંત શ્રીમંતની વાત થતાં સાસુએ પરિણીતા અને ગર્ભસ્થ બાળક અંગે અપમાનજનક શબ્દો કહ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટનો સગીર 4 દી’થી ભેદી સંજોગોમાં ગુમ:‘મમ્મી હું 5 મિનિટમાં જ આવું છું’ કહી નિકળેલો તરૂણ લાપતા
    Next Article
    એમપીના સકીલની પૂછપરછમાં ખુલાસો:રાજુલા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર પાસેથી 3 સહીત વધુ 4 હથિયાર જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment