Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડાઓ તાત્કાલિક પુરવા તાકીદ:સુભાષબ્રિજ બનાવવા કન્સલ્ટન્ટની ફી અને ભાવ વધારા મામલે ચેરમેને દરખાસ્ત બાકી રાખી

    4 दिन पहले

    શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ અનેક જગ્યાએ હજી પણ નાના મોટા ખાડા જોવા મળી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ગટર અને અન્ય કામગીરીના કારણે કરવામાં આવેલા ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થયું હોવાથી પણ ખાડા પડ્યા છે જેને તાત્કાલિક અસરથી રીપેર કરવા માટેની સુચના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં આપવામાં આવી છે. ખાડા પૂરવા અને ભૂવા વગેરે આસપાસ બેરિકેડ લગાવવા સુચના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, શહેરમાં ખોદકામ કર્યા પછી યોગ્ય પુરાણ નહિ થવાનાં કારણે રોડ સેટલમેન્ટ થવાનાં અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. રોડ પ્રોજેક્ટ તથા સાત ઝોનનાં એડિશનલ ઇજનેરોને ચોમાસામાં જ વરસાદ ના પડતો હોય તેવા દિવસોમાં ખાડા પૂરવાનાં કામો ઝડપથી પાર પાડવા તેમજ ભૂવા વગેરે આસપાસ યોગ્ય બેરિકેડ લગાવવા સુચના આપી છે ખાડા રિપેર થાય છે કે નહિ અને ખાલી ખાલી આંકડા આપવામાં આવતા નથી તે જાણવા માટે દરેક ઝોનનાં ઇજનેર અધિકારીઓને ખાડાનાં સમારકામ પહેલાનાં અને રિપેરીંગ બાદનાં એેમ બે ફોટા મોકલવાની સૂચના આપી છે. રોડ ઉપર ખાડા, રોડ બેસી જવા જેવી સમસ્યા ગંભીર છે, પરંતુ તેનું આગામી દિવસોમાં નિરાકરણ લાવવાનાં પ્રયાસો કરવામાં આવશે. વરસાદી પાણીનો નિકાલ કરવાની સૂચના શહેરનાં કેટલાય વિસ્તારોમાં રોડ રિસરફેસ કરતાં રહેવાનાં કારણે રોડની ઉંચાઇ વધતી હોવાથી આસપાસની સોસાયટીઓ નીચાણમાં આવી જતી હોવાની તેમજ વરસાદી પાણી ભરાઇ જતાં હોવાની સમસ્યા અંગે તેમણે કહ્યું કે, આ બાબતે પણ ધ્યાન આપવામાં આવશે અને રોડ રિસરફેસ થાય ત્યારે સેન્ટ્રલ વર્જથી ફૂટપાથ તરફ ઢાળ કરવા અને ફૂટપાથ પાસે જ કેચપીટ બનાવી વરસાદી પાણીનો નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં સૂચિત દરખાસ્ત નેક્સ્ટ કરાઈ શહેરનો વિવાદાસ્પદ સુભાષબ્રિજ સંપૂર્ણપણે તોડીને નવો બનાવવાનો છે જેને લઈને કન્સલ્ટન્ટની ફી અને લેબર તેમજ મજૂરી માટે ભાવ વધારાની બાબતને લઈને બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારી દ્વારા મૂકવામાં આવેલી દરખાસ્તને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલ દ્વારા આગામી કમિટી સુધી મંજૂર ન કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ નક્કી કરાયેલા અંદાજ અને મંજૂર કરાયેલા ટેન્ડરની રકમ, કન્સલ્ટન્ટની ફી પર GST ન લાગે અને જૂના SOR મુજબ અંદાજ આધારિત ટેન્ડર મંજૂર કરાયું હોય તો VAT અથવા GST દૂર કરવો પડે વગેરે સહિતના ટેકનિકલ મુદ્દે AMCના એન્જનિયરિંગ વિભાગ કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવી હોવા સહિતના કારણોસર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં સૂચિત દરખાસ્ત નેક્સ્ટ કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ ફી પર GST સિવાયની દરખાસ્ત લાવવી જોઈએ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, કન્સલ્ટન્ટની ફી પર GST લાગતો નથી. જેથી કન્સલ્ટન્ટ ફી પર GST સિવાયની દરખાસ્ત લાવવી જોઈએ. ટેન્ડરની શરતો મુજબ સ્ટીલ, સિમેન્ટ, બીટુમેન, વગેરે પર ભાવ વધારો આપવામાં આવે છે. પરંતુ લેબર-મજૂરી અને પી.ઓ.એલ. પર શા માટે ભાવ તફાવત મુજબ ભાવવધારો આપવો પડે? એવો સણસણતો પ્રશ્ન કરવામાં આવતા મ્યુનિ. ઈજનેર વિભાગના અધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને મૂંગામંતર બની ગયા હતા. કન્સલ્ટન્ટ ઘટાડવા મુદ્દે કમિશનરે કન્સલ્ટન્ટ સાથે વાતચીત કરવા જણાવ્યું છે. કોન્ટ્રાક્ટરને લાભ ખટાવવા કારસો ઇજનેર વિભાગના અધિકારીઓ દ્વારા જૂના SOR અને નવા SORના ભાવ તફાવત, ઈન્ડેક્ષ આધારીત ફોર્મુલા મુજબ કોન્ટ્રાક્ટરને ટેન્ડર રકમ ઉપરાંત સ્ટીલ, સીમેન્ટ, લેબર, મટીરીયલ, પી.ઓ.એલ. તેમજ બીટ્યુમીનનાં સીધા ભાવ તફાવત મુજબની ફોર્મ્યુલા મુજબ ભાવ વધારા-ઘટાડા મુજબ પ્રાઇઝ વેરીએશન પેટેની રકમ ચુકવવા/રીકવર કરવાની ચાલકીભરી ભાષાનો ઉપયોગ કરીને કોન્ટ્રાક્ટરને લાભ ખટાવવા માટે કારસો કરતા આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સામાન ચડાવતા લિફ્ટનો કેબલ તુટ્યો:એલ.જી. હોસ્પિટલમાં 9માં માળેથી લિફ્ટ તૂટી પડતાં શ્રમિકનું મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
    Next Article
    This historic cannon weighed 3.5 tonnes. Thieves still found a way to disappear with it

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment