Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાઇલ્ડ રાઇટ પોલિસી નોટીફાઇ કરાઈ, બાળ સંસ્થાઓનું સોશિયલ ઓડિટ પૂર્ણ:એન્યુઅલ રીપોર્ટ તૈયાર, હાઇકોર્ટમાં અરજદાર અને કોર્ટ મિત્ર અભ્યાસ કરીને સૂચનો કરશે

    9 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં બચપન બચાઓ આંદોલન સંસ્થાએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સંસ્થા દ્વારા બાળકોના હકકોને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં ચાઇલ્ડ રાઈટ કમિશનની રચના કરવામાં આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને કમિશન દ્વારા કરવાની સોશિયલ ઓડિટની પોલીસી નક્કી કરવા માટે તેમજ સોશિયલ ઓડિટનો રીપોર્ટ આપવા માટે હુકમ કર્યો હતો. હાઈકોર્ટમાં ચીફ જજની બેન્ચ સમક્ષ સુનવણીમાં સરકારી વકીલે આજે 17 જુલાઈએ જણાવ્યું હતું કે, ચાઇલ્ડ રાઇટ પોલિસી, સોશિયલ ઓડિટ, એન્યુઅલ રીપોર્ટ તૈયાર થઈ ચૂક્યા છે. ચાઇલ્ડ રાઇટ પોલિસી 15 જુલાઈએ નોટોફાઇ કરાઈ હતી. અરજદારે રજૂઆત કરી હતી કે રાજ્યના કેટલાક જિલ્લાઓની બાળ સંસ્થાઓ નિયમો પાળે છે, કેટલીક અડધા પાડે છે. કેટલીક સંસ્થાઓ તો નિયમ જ નથી પાળતી. 14 જિલ્લામાં બાળકીઓ માટે પૂરતા ચાઇલ્ડ કેર સેન્ટર નથી. હાઈકોર્ટે ઉપરોક્ત રજૂઆત સંદર્ભે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી પાસેથી રીપોર્ટ માગ્યો છે. જ્યારે સરકારે એફિડેવિટ સ્વરૂપે રજૂ કરાયેલ ચાઇલ્ડ રાઇટ પોલીસી, એન્યુઅલ રીપોર્ટ અને સોશિયલ ઓડિટનું અરજદાર અને કોર્ટ મિત્ર અભ્યાસ કરીને સૂચનો આપશે. આ અંગે વધુ સુનવણી આગામી સમયમાં યોજાશે. સોશિયલ ઓડિટનું કાર્ય ગુજરાત વિદ્યાપીઠે પૂર્ણ કરીને ડ્રાફ્ટ રીપોર્ટ સોંપ્યો ગત સુનવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, બાળકોની સંસ્થાઓનું સોશિયલ ઓડિટનું કાર્ય ગુજરાત વિદ્યાપીઠે પૂર્ણ કરીને ડ્રાફ્ટ રીપોર્ટ સોંપ્યો છે. જ્યારે ચાઇલ્ડ રાઇટ પ્રોટેક્શન પોલીસીનો ડ્રાફ્ટ 2025માં તૈયાર થઈ ચૂક્યો છે. પરંતુ ફાઇનલ પોલીસી મૂકવા ઉધોગ અને ખાનગી ક્ષેત્રના લોકોના સૂચનો મંગાવ્યા છે. ચાઇલ્ડ રાઇટ પોલીસી ડ્રાફ્ટિંગ જો કે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ચાઇલ્ડ રાઇટ પોલિસીમાં ઉધોગો અને ખાનગી ક્ષેત્રના લોકોના સૂચનોની ક્યાં જરૂર છે! વળી ચાઇલ્ડ રાઇટ પોલીસીનો ડ્રાફ્ટિંગ માટે 90 દિવસમાં સંલગ્ન લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હોય તો 90 દિવસ બાદ કોઈ સૂચનોની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે બાળકોની સંસ્થાઓના સોશિયલ ઓડિટ રીપોર્ટ તૈયાર કરવાની ડેડલાઇન 30 જૂન હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે-ચાઈલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ તૈયાર કરે. અગાઉ હાઇકોર્ટમાં આ કેસ મુદ્દે ચર્ચા થઈ હતી કે, ચાઇલ્ડ રાઇટ અંગે સુપ્રીમના નિર્દેશોના પાલન રાજ્યનો પૂરતો પ્રયત્ન નહીં હોવાથી કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે. આ મુદ્દે NALSA અને GSLSA નો મહત્વનો રોલ છે. રાજ્યનું ચાઈલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ તૈયાર કરે જેમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ, એડોપ્શન એજન્સી, બાળ સંરક્ષણ ગૃહ વગેરેનું સોશિયલ ઓડિટ કરવામાં આવે. બાળ સંરક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન સુપ્રીમ કોર્ટના કેસમાં અપાયેલા નિર્દેશ મુજબ રાજ્યે સોશિયલ ઓડિટની પોલિસી બનાવી છે, પરંતુ સોશિયલ ઓડિટ કરવાનું બાકી છે. જેથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે બાળ સંરક્ષણ આયોગની રચના પણ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ થઈ છે, વળી પાછલા કેટલાક સમયથી સોશિયલ ઓડિટ પણ થયું નથી. બાળ સંરક્ષણ આયોગની રચના બાદ તેની પહેલી જવાબદારી સોશિયલ ઓડિટની છે, જે બાળ સંરક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. હવે આયોગ કહે છે કે તે એક વર્ષ બાદ સોશિયલ ઓડિટ કરશે ! સોશિયલ ઓડિટ કરવું પડે, સતત મોનીટરિંગથી ભૂલો સુધરે છે. દર 12 મહિને સામાન્ય રીતે સોશિયલ ઓડિટ કરવામાં આવે રાજ્યે અગાઉ જણાવ્યું હતું કે, કમિશનની રચના કરી દેવામાં આવી છે. એક ચેરમેન અને 6 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. ચેરમેન ત્રણ વર્ષ સુધી હોદ્દો ધરાવશે. આ અરજીમાં વર્તમાનમાં ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી, બાળકોની પરિસ્થિતિનું સોશિયલ ઓડિટ અને તે તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલના ચાઇલ્ડ રાઇટ કમિશન ઉપર ચર્ચા ચાલી રહી છે. અરજદારે જણાવ્યું હતું કે, ચાઇલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ પણ કરવાનું હોય છે. કમિશનનું કામ બાળકોના હક્કો મુદ્દે કામ કરવાનું છે. કમિશન રાજ્યમાં બાળકોને લગતા કાયદાઓના અમલીકરણ અને ચાઈલ્ડ પ્રોટેક્શન ઇન્સ્ટિટ્યૂટ ઉપર દેખરેખ રાખે છે. દર 12 મહિને સામાન્ય રીતે સોશિયલ ઓડિટ કરવામાં આવે છે, સોશિયલ ઓડિટ સતત ચાલતી પ્રક્રિયા છે, તે માત્ર વર્ષના અંતે થતી નથી. સોશિયલ ઓડિટ અંતર્ગત અનાથલાયની પણ તપાસ કોર્ટે કહ્યું હતું કે, કમિશન ફક્ત પેપર ઉપર નહિ, ગ્રાઉન્ડ ઉપર કામ કરતું હોવું જોઈએ. જુવેનાઇલ જસ્ટિસ એકટના અમલીકરણ માટે સોશિયલ ઓડિટ બહુ જરૂરી છે. જેનો રીપોર્ટ નેશનલ ચાઈલ્ડ રાઇટ કમીશન અને રાજ્ય સરકારને આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કમિશનની કામગીરી જુએ છે. ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એન્ડ ચાઈલ્ડ પ્રોટેક્શન રુલ્સ 2016માં બન્યા છે. દરેક રાજ્યની જવાબદારી બાળકો પ્રત્યે જવાબદારી હોય છે. સોશિયલ ઓડિટ અંતર્ગત અનાથલાયની પણ તપાસ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    જેકલીન ફર્નાન્ડીઝ 'ઊપ્સ મોમેન્ટ'નો શિકાર થઈ:'જુગની' ગીતનો રિવીલિંગ ડ્રેસનો વીડિયો વાયરલ થતાં હોબાળો, યુઝર્સે પૂછ્યું- 'એડિટરની નજરચૂક કે પબ્લિસિટીની ભૂખ?'
    Next Article
    વૈષ્ણોદેવી સર્કલથી ઇન્દ્રોડા-સર્કલ સુધી 6 મહિના માટે ભારે વાહનો બંધ:15 જાન્યુઆરી, 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર, નર્મદા કેનાલ પાસે ફોર લેન રોડની કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment