Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેકલીન ફર્નાન્ડીઝ 'ઊપ્સ મોમેન્ટ'નો શિકાર થઈ:'જુગની' ગીતનો રિવીલિંગ ડ્રેસનો વીડિયો વાયરલ થતાં હોબાળો, યુઝર્સે પૂછ્યું- 'એડિટરની નજરચૂક કે પબ્લિસિટીની ભૂખ?'

    8 hours ago

    જેકલીન ફર્નાન્ડીઝ તાજેતરમાં રિલીઝ થયેલા મ્યુઝિક વીડિયોને લઈને વિવાદોમાં ઘેરાઈ છે. મ્યુઝિક વીડિયો 'જુગની'માં વોર્ડરોબ માલફંક્શનનો શોટ વાયરલ થયો છે, જેને લઈ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે. જોકે, હોબાળો વધતા મેકર્સે માત્ર બ્લર ઇફેક્ટ આપીને સંતોષ માની લીધો છે. જેકલીને રિવીલિંગ બ્લાઉઝ પહેર્યું હતું 15 જુલાઈએ રિલીઝ થયેલા આ ગીતને બી પ્રાક અને સોનુ ઠુકરાલે ગાયું છે. આ વીડિયોમાં જેકલીન વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની છે. વાસ્તવમાં ગીતના એક સીનમાં ડાન્સ કરી રહેલી જેકલીનનો ક્લોઝ-અપ શોટ લેવામાં આવ્યો છે. તેણે ગીતમાં રિવીલિંગ બ્લાઉઝ પહેર્યું છે. તેનું બ્લાઉઝ લૂઝ હોવાના કારણે જ્યારે તે ડાન્સ કરી રહી હોય છે, ત્યારે તે વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની. આ ક્લિપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સે હોબાળો મચાવ્યો ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે હોબાળો મચાવી દીધો છે. યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોએ આવા શોટ બતાવવા બદલ જેકલીન અને મેકર્સને આડે હાથ લીધા છે અને તેને અશ્લીલતા તથા શરમજનક કૃત્ય ગણાવ્યું છે. કેટલાક નેટિઝન્સે (સોશિયલ મીડિયા યુઝર્સ) પ્રશ્નો પૂછ્યા છે કે, જેકલીન સાથે ઘટેલી ઘટના એડિંટિંગ કરતી વખતે એડિટરને કેમ ન દેખાઈ? આ 'ઊપ્સ મોમેન્ટ' મેકર્સની નજરમાંથી કેવી રીતે ચૂકી ગઈ? તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે, ગીતને પબ્લિસિટી મળે, તે માટે જાણીજોઈને આ સીનને એડિટ કર્યા વિના ગીતમાં રાખવામાં આવ્યો છે. બ્લર ઇફેક્ટ આપીને સંતોષ માન્યો વિવાદને વકરતો જોઈને મેકર્સે જે સીનમાં જેકલીન 'ઊપ્સ મોમેન્ટ'નો શિકાર થઈ છે, ત્યાં બ્લર ઇફેક્ટ આપીને એડિટ કરી દીધું છે. મેકર્સે એ ડાન્સ સિક્વન્સને કટ કર્યા વિના માત્ર રિવીલિંગ પાર્ટને બ્લર કરીને સંતોષ માની લીધો છે. જોકે, હજુ સુધી આ અંગે મેકર્સ કે એક્ટ્રેસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જેકલીનનું વર્કફ્રન્ટ વર્કફ્રન્ટની વાત કરીએ તો, જેકલીન તાજેતરમાં અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળી હતી. તેમાં સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, દિશા પટાની, અરશદ વારસી સહિત 30થી વધુની સ્ટારકાસ્ટ હતી. આ ઉપરાંત જેકલીન ઠગ બોયફ્રેન્ડ સુકેશને લઈને પણ સતત ચર્ચામાં છે.
    Click here to Read More
    Previous Article
    Census 2027: जनगणना करते Teachers ने क्या बातें बताईं, Nazri Naksha की Trick Viral | Social List
    Next Article
    ચાઇલ્ડ રાઇટ પોલિસી નોટીફાઇ કરાઈ, બાળ સંસ્થાઓનું સોશિયલ ઓડિટ પૂર્ણ:એન્યુઅલ રીપોર્ટ તૈયાર, હાઇકોર્ટમાં અરજદાર અને કોર્ટ મિત્ર અભ્યાસ કરીને સૂચનો કરશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment