Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદામાં ભાજપનું મંથન:પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ 'વન ડે વન એસેમ્બલી' અંતર્ગત બેઠક લીધી, કોંગ્રેસના ગઢને જીતવા રણનીતિ ઘડાઈ

    4 days ago

    ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ પાયાની તૈયારીઓ શરૂ કરી છે. ખાસ કરીને જે વિધાનસભા બેઠકો પર ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું છે અથવા જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાય છે, ત્યાં ભાજપ સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યું છે. આ રણનીતિના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા 'વન-ડે વન એસેમ્બલી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આજે નવસારી જિલ્લાની કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણાતી વાંસદા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું. વાંસદા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના પાયા મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ જિલ્લા સ્તરની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાંસદાના સ્થાનિક બુદ્ધિજીવીઓ, વિદ્યાર્થીઓ, સંગઠનના સક્રિય સભ્યો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે પક્ષની નબળાઈઓને દૂર કરીને જનતા વચ્ચે પકડ મજબૂત કરવાનો છે. વાંસદા વિધાનસભા બેઠક ઇતિહાસની દ્રષ્ટિએ ભાજપ માટે હંમેશા પડકારરૂપ રહી છે. ભાજપના અથાક પ્રયત્નો છતાં પણ વર્ષોથી આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી શકાઈ નથી. આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ ગઢને ધ્વસ્ત કરી વિજય મેળવવા માટે ભાજપે અત્યારથી જ મોરચો સંભાળી લીધો છે. રાજ્યની તમામ નબળી અને વિપક્ષના કબજાવાળી બેઠકો પર પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં અલગ-અલગ સ્તરે મેરેથોન બેઠકોનો દોર શરૂ કરાયો છે. સાંજે વાંસદા APMC ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ચાલતા સમાચારોની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલમાં સમાજમાં કોઈપણ પ્રકારના સમાચારની ખરાઈ કે સત્યતા તપાસ્યા વિના સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ કરી દેવામાં આવે છે, જે ચિંતાજનક બાબત છે. આ સાથે જ તેમણે સમાજના હિત માટે એક સક્ષમ અને જવાબદાર પત્રકારત્વ સામે આવે તે દિશામાં સૌ કોઈએ સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ તેવી પણ હાકલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચોમાસામાં અવિરત વીજળી માટે સમીક્ષા બેઠક યોજાઈ:નાયબ કલેક્ટરે PGVCL અધિકારીઓ સાથે ચર્ચા કરી, કંટ્રોલ રૂમમાં કર્મચારી નિયુક્ત થશે
    Next Article
    રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ:સ્ટોલના ભાવમાં રૂ. 2000થી 12000 સુધીનો વધારો ઝીંકાયો, મેળાનું AI અને ડ્રોન ટેકનોલોજીથી મોનિટરિંગ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment