Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ રથયાત્રામાં પોલીસની સંવેદનશીલ કામગીરી:ભીડમાં વિખૂટા પડેલા બે બાળકોનું માતા સાથે સુરક્ષિત મિલન કરાવ્યું

    1 day ago

    ભરૂચમાં અષાઢી બીજની રથયાત્રા દરમિયાન ભારે ભીડ વચ્ચે બે નાના બાળકો પોતાની માતાથી વિખૂટા પડી ગયા હતા. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને ઝાડેશ્વર સામે દુબઈ ટેકરી નજીક રોડ પર બંને બાળકો રડતી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક બાળકોને સુરક્ષિત કસ્ટડીમાં લઈ તેમની સંભાળ શરૂ કરી હતી. બાળકોની ઓળખ બાદ પોલીસે શરૂ કરી સઘન શોધખોળ પોલીસે બાળકોની ઓળખ 6 વર્ષની દિવ્યાકુમારી અને 4 વર્ષના આર્યન તરીકે કરી હતી. બાળકો પાસેથી મર્યાદિત માહિતી મળતાં પોલીસે રથયાત્રા રૂટ અને આસપાસના વિસ્તારોમાં તેમની માતાને શોધવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. વાયરલેસ સેટ, વોટ્સએપ ગ્રુપ, જાહેર સંબોધન પ્રણાલી (PA સિસ્ટમ) તેમજ સ્થાનિક લોકોના સહયોગથી વાલીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. માતા સાથે સુરક્ષિત મિલન કરાવ્યું સતત શોધખોળના પરિણામે પોલીસે બંને બાળકોની માતાની ઓળખ કરી તેમનો સંપર્ક સાધવામાં સફળતા મેળવી હતી. જરૂરી ઓળખની ખાતરી કર્યા બાદ બંને બાળકોને સુરક્ષિત રીતે તેમની માતાને સોંપવામાં આવ્યા હતા. પોતાના બાળકોને સહીસલામત પરત મળતાં માતાએ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રથયાત્રા જેવી ભીડભાડની સ્થિતિમાં પોલીસે દાખવેલી ત્વરિત કાર્યવાહી, સતર્કતા અને સંવેદનશીલ અભિગમની પ્રશંસા કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર પોલીસની માનવતાભરી કામગીરીને ઉજાગર કરી છે.
    Click here to Read More
    Previous Article
    મેટ્રો મેન ઈ.શ્રીધરનને માનદ પીએચ.ડી.એનાયત:ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ, 121 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત; પાંચ વિધાર્થીને ગોલ્ડ મેડલ
    Next Article
    વડોદરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છતાં ચેઇન સ્નેચિંગના બે બનાવ બન્યા:જગન્નાથની રથયાત્રામાં ભીડનો લાભ લઈને બે મહિલાના ગળામાંથી ચેઇન અને મંગળસૂત્ર તોડી ગઠિયા ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment