Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં બમ્પના કારણે મોપેડ પલટતાં માતા-પુત્રીને ગંભીર ઈજા:માતા ખાનગી હોસ્પિટલમાં દાખલ, પોલીસને જાણ કરાઈ

    3 days ago

    હિંમતનગરમાં ગોકુલનગર રેલવે ફાટક નજીક સિલ્વર સ્કાય ફ્લેટ તરફ જતા રોડ પર નિયમ વિરુદ્ધ બનાવેલા બમ્પના કારણે શુક્રવારે સવારે એક મોપેડ સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં મોપેડ પર સવાર માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ થઈ હતી. માતાને માથા, મોઢા અને શરીર પર જ્યારે પુત્રીને પગે ઈજા પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર અર્થે પ્લુટો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરના ઇન્દ્રનગર સીમાં રહેતા ઓમપ્રકાશ પ્રજાપતિની પુત્રી પાયલબેન શુક્રવારે સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે તેમની માતા અનિતાબેનને હરિઓમ સોસાયટી સ્થિત દુકાનેથી ઇલેક્ટ્રિક મોપેડ પર ઇન્દ્રનગર ઘરે પરત લાવી રહ્યા હતા. સિલ્વર સ્કાય ફ્લેટ પાસે નિયમ વિરુદ્ધ બનાવેલા સિમેન્ટના બમ્પ પરથી પસાર થતી વખતે મોપેડનું સંતુલન ગુમાવતા માતા-પુત્રી નીચે પટકાયા હતા. અનિતાબેનને માથા, મોઢા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે પાયલબેનને પગે ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા પડોશી સુરેશભાઈ પ્રજાપતિએ ઇજાગ્રસ્ત અનિતાબેનને તાત્કાલિક પ્લુટો હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પાયલબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સિમેન્ટના બમ્પને કારણે તેઓ અને તેમની માતા પડી ગયા હતા. ૧૦૮ને કોલ કર્યો હતો, પરંતુ લોહી નીકળતું હોવાથી સુરેશભાઈ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ દ્વારા આ અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. આ અંગે હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા રોડ પર કોઈ બમ્પ બનાવવામાં આવતા નથી. આ ઘટના દુઃખદ છે. શહેરમાં જ્યાં પણ નિયમ વિરુદ્ધ બમ્પ બનાવવામાં આવ્યા હશે, તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પોપટપરા નાલામાં પાણી ભરાવાની સમસ્યાનું સંભવત: છેલ્લું વર્ષ:રાજકોટ મનપા દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રેલવે સાથે પત્રવ્યવહાર શરૂ, રેલવે સાથે સંકલન બાદ કરોડોનાં ખર્ચે પાઇપલાઇન નખાશે
    Next Article
    After FDA crackdown, BMC prepares to crack the whip – Mumbai eateries, dairy under scanner

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment