Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મમ્મી હું પાંચ મિનિટમાં આવું છુ' કહી સગીર લાપતા:રાજકોટમાં ફાયરિંગ વિથ મર્ડર કેસમાં ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ પીપી તરીકે અનિલ દેસાઈની નિમણુંક કરાઈ

    2 days ago

    રાજકોટ શહેરના નાના મવા રોડ પર ક્ષત્રિય યુવાન કૃષ્ણસિંહ જાડેજા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવવા કેસમાં ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ પીપી તરીકે અનિલ દેસાઈની નિમણુંક કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત તારીખ 15 જુલાઈના રોજ મુખ્ય આરોપી રણજિતસિંહ વાળાની ધરપકડ કરી તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ શરૂ કરી છે જેમાં આરોપી રણજિત પાસેથી મળી આવેલા બન્ને ગેરકાયદે હથિયાર કોની પાસેથી ખરીદ કર્યા હતા તે અંગે પુછપરછ કરવામાં આવી રહી છે જે હથિયાર સપ્લાયરની અટકાયત કરવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હત્યાના બીજા દિવસે પોલીસે રણજિત અને તેના બંને પુત્રોને સરધાર નજીકથી ઝડપી પાડ્યા હતા અને ફાયરિંગ દરમિયાન આરોપીને પોતાને પણ પગમાં ગોળી વાગી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી ડિસ્ચાર્જ આપ્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે જેલમાંથી કબ્જો મેળવી આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવી કાર્યવાહી હાથ ધરી છે. ભેદી રીતે સગીર લાપતા થતા પોલીસે શોધખોળ હાથ ધરી કિશાનપરા ચોક પાસે રહેતા ઇમરાનભાઇ પઢીયાર (ઉ.વ.40) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્ર જુનેદ (ઉ.વ.16) ગઇ તા.13ના બપોરના એકાદ વાગ્યા આસપાસ પુત્ર માતા પાસેથી મોબાઇલ માંગ્યો હતો બાદમાં તે ઘરેથી નીકળી ગયો હતો. અડધો કલાક બાદ પણ પરત ન આવતા મોબાઇલમાં ફોન કરતા તેણે માતાને કહ્યું હતું કે, મમ્મી હું પાંચેક મિનીટમાં આવુ છું. બાદ તેનો મોબાઇલ સ્વીફ ઓફ થઇ ગયો હતો જેથી આસપાસ તપાસ કરી હતી પરંતુ દીકરો મળી આવ્યો ન હતો. ત્યારબાદ યુવાનના ઘરની બાજુમાં આવેલી હોટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બપોરના બે વાગ્યે જુનેદ બાલભવન તરફ જતા જોવા મળ્યો હતો જેથી આ અંગે એ ડિવિઝનમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરની શોધખોળ હાથ ધરી છે. મોરબી હાઇવે પર દેવપરાના વૃદ્ધનું બાઈક અકસ્માતમાં મોત રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા દેવપરામાં રહેતા કરશનભાઇ વેલજીભાઇ વેગડ (ઉં.વ.72)નું બાઈક અકસ્માતમાં ઈજા બાદ સારવારમાં ખસેડતા મોત નીપજ્યું હતું. કરશનભાઈ ગઈકાલે સાંજે પોતાનું બાઇક લઈને માધાપર ચોકડીથી મોરબી રોડ પર એડીબી હોટેલથી બેડી ચોકડી વચ્ચેના પૂલ પર જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણે અકસ્માત થતા રાહદારીઓએ 108 મારફત હોસ્પિટલ ખસેડયા હતા અહીં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. કરશનભાઈ નિવૃત્ત જીવન જીવતા હતા તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. તેઓ કામ સબબ રેલનગર હાઇવે થઈ બેડી ચોકડી તરફ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ચોરીના ગુનામાં ફરાર થયેલ કુખ્યાત તસ્કર ખટારા સ્ટેન્ડ પરથી પકડાયો રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી યોગેશ ગોરધન પઢીયાર (ઉ.વ.35)ને રાજકોટની જૂની કોર્ટ પાછળ ખટારા સ્ટેન્ડ તરફ જતા રસ્તા પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે વિજાપુર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ આરોપી વિરુદ્ધ અમદાવાદમાં પણ ચોરીના ત્રણ ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. લોન ન ભરતા ચેક રિટર્નનો કેસ થયો, રકમ ચુકવવા રૂપિયા ન હોવાથી આધેડે ફિનાઈલ પીધું સદર બજારમાં ઠક્કરબાપા વાસ શેરી નંબર 11માં રહેતા રાજુભાઈ દિનેશભાઈ વાઘેલા (ઉં.વ.45) આજે સવારે 10 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ દ્વારા સારવારમાં રહેલ રાજુભાઈની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2023માં આર્થિક તંગીના કારણે પોતે શિવસાગર શરાફી મંડળીમાંથી 5 લાખની અને પત્નીના નામે 5 લાખની મળી કુલ 10 લાખની લોન લીધી હતી જેનો દર મહિને 22,000નો હપ્તો હતો જે તેના પિતાના એકાઉન્ટમાંથી પૈસા ઉપડતા હતા. પિતાના અવસાન બાદ પેન્શનમાંથી ચુકવણી થતી હતી બાદમાં આર્થિક સંકળામણ ઉભી થતા હપ્તો ભરી ન શકતા મંડળીએ રાજુભાઈ અને તેના પત્નીના નામના બે ચેક રિટર્ન કરાવ્યા હતા. દરમ્યાન કોર્ટમાં 21 દિવસની સજા પણ ફરમાવવામાં આવી હતી. પત્નીના કેસમાં આજે કોર્ટમાં રૂ.50,000 ભરવાના હતા પણ રૂપિયા ન હોવાથી હોવાથી પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. હાલ પ્રદ્યુમનનગર પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સજા વોરંટ બાદ એક માસથી ફરાર શકીલ ઝડપાયો જુનાગઢ ફેમિલિ કોર્ટ દ્વારા કરવામાં આવેલા સજા વોરંટમાં છેલ્લા એક માસથી ફરાર ગોકુલધામ પાસે આવાસમાં રહેતા શખ્સને માલવિયાનગર પોલીસે ઝડપી લઇ વોરંટની બજવણી કરી છે. માલવિયાનગર પીઆઇ જે.એમ. કૈલાની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી માહિતીના આધારે સજા વોરંટમાં નાસતા ફરતા આરોપી શકીલ કાદર સાંઝીને ઝડપી પાડી વોરંટની બજવણી કરવામાં આવી હતી. આરોપી શકીલ સામે જૂનાગઢની ફેમિલિ કોર્ટે સજાનુ વોરંટ ઇશ્યૂ કર્યા બાદ આરોપી છેલ્લા એક માસથી નાસતો ફરતો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર-સરખેજ હાઇવે પર 6 મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ:15 જાન્યુઆરી, 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર, નર્મદા કેનાલ પાસે ફોર લેન રોડની કામગીરી
    Next Article
    પોપટપરા નાલામાં પાણી ભરાવાની સમસ્યાનું સંભવત: છેલ્લું વર્ષ:રાજકોટ મનપા દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રેલવે સાથે પત્રવ્યવહાર શરૂ, રેલવે સાથે સંકલન બાદ કરોડોનાં ખર્ચે પાઇપલાઇન નખાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment