Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેફામ ટ્રેલરે મોપેડ સવાર શિક્ષિકાને કચડી:મૃતક મગુના સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા; પાંચોટ બાયપાસ નજીક અકસ્માત કરી ડ્રાઇવર ફરાર

    4 days ago

    મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક આજે(17 જુલાઈ) સવારે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેફામ ગતિએ આવી રહેલા ટ્રેલરે ફરજ પર જઈ રહેલાં પ્રાથમિક શાળાના મહિલા શિક્ષિકાને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં શિક્ષિકા ટ્રેલરના તોતિંગ ટાયર નીચે કચડાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ચાલક પોતાનું ટ્રેલર રસ્તા પર જ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પાંચોટ બાયપાસ સર્કલ પાસે ટ્રેલરે મોપેડને ટક્કર મારી મૃતક મહિલા શિક્ષિકાની ઓળખ અસ્મિતાબેન પટેલ તરીકે થઈ છે. તેઓ મહેસાણા તાલુકાની મગુના સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. રોજની જેમ આજે સવારે પણ તેઓ પોતાના ઘરેથી GJ-02-EF-3264 નંબરનું મોપેડ લઈને મગુના શાળાએ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન પાંચોટ બાયપાસ સર્કલ પાસેથી પસાર થતી વખતે પૂરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રેલરે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે અસ્મિતાબેન રોડ પર પટકાયા હતા અને ટ્રેલરના વ્હીલ નીચે આવી જતાં તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. નાસી છૂટેલા ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપવા કાર્યવાહી અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત સર્જીને નાસી છૂટેલા ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરજ પર જતા શિક્ષિકાના અકાળે મોતના સમાચારથી શિક્ષણ જગત અને તેમના પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડતો શખ્સ ઝડપાયો:સનસેટ પોઈન્ટ પાસેથી DJI ડ્રોન સાથે મથુરાનો યુવક પકડાયો
    Next Article
    PM Modi Launches Rail, Road Projects Worth Rs 5,470 Crore In Punjab

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment