Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડતો શખ્સ ઝડપાયો:સનસેટ પોઈન્ટ પાસેથી DJI ડ્રોન સાથે મથુરાનો યુવક પકડાયો

    4 days ago

    દ્વારકાના સનસેટ પોઈન્ટ નજીક પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવા બદલ પોલીસે એક યુવકની અટકાયત કરી છે. પકડાયેલ યુવક ઉત્તરપ્રદેશના મથુરાનો રહેવાસી અનુરાગ રામકુમાર શાસ્ત્રી હોવાનું જાણવા મળ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સુરક્ષાના કારણોસર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં છે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ અનુરાગ શાસ્ત્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલની ફરિયાદ મુજબ, અનુરાગ શાસ્ત્રી સનસેટ પોઈન્ટ પાસેના જાહેર રોડ પર આકાશમાં DJI કંપનીનું ડ્રોન ઉડાડી રિમોટથી ઓપરેટ કરતો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી DJI કંપનીનું અત્યાધુનિક ડ્રોન યંત્ર મુદ્દામાલ તરીકે કબજે લીધું છે. તેની સામે કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યાત્રાધામ દ્વારકા અને તેના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. શોખ ખાતર, ફોટોગ્રાફી કે વીડિયો શૂટિંગ માટે પણ પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવું એ જાહેરનામાનો ભંગ ગણાય છે અને તેમ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. યાત્રિકો અને સહેલાણીઓને આ અંગે ખાસ નોંધ લેવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    સ્કોર્પિયો પૂરપાટ દોડાવી સ્થાનિક યુવકો પર ચડાવવાનો પ્રયાસ, VIDEO:લોકોનો જીવ બચાવવા કાર પર પથ્થરમારો, વડોદરામાં જૂની અદાવતમાં ચાલકે આખો વિસ્તાર બાનમાં લીધો
    Next Article
    બેફામ ટ્રેલરે મોપેડ સવાર શિક્ષિકાને કચડી:મૃતક મગુના સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા; પાંચોટ બાયપાસ નજીક અકસ્માત કરી ડ્રાઇવર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment