Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પાલિકાની સભામાં વિપક્ષનો વિરોધ:બે મહિનાની ખેંચતાણ બાદ પ્રથમ સામાન્ય સભામાં ગરમાવો, સમિતિ ચેરમેન જાહેર

    1 day ago

    ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ છેલ્લા બે મહિનાથી અટવાયેલી વિવિધ સમિતિઓના ચેરમેનપદની નિમણૂકોનો આખરે અંત આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ સભા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. પાલિકાની સામાન્ય સભા શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યોએ આક્રમક રજૂઆતો કરી હતી. તેમણે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતના મુદ્દા, વોર્ડ નંબર-8માં દીવાલ ધરાશાયી થવાથી થયેલા બે મોત, રખડતા ઢોરોના કારણે થયેલા અકસ્માતો તેમજ હિસાબી બાબતોને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિવિધ સમિતિઓના ચેરમેનના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન સમિતિના ચેરમેન તરીકે ચિરાગ ભટ્ટ, કાયદા સમિતિમાં કાજોલ વસાવા, ફાયર એન્ડ મોટર ગેરેજ સમિતિમાં ચેતન રાણા, સમાજ કલ્યાણ સમિતિમાં વિજય મકવાણા, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ સમિતિમાં વિશૃતિ દૂધવાળા, લાઇટ સમિતિમાં ભાવિન પટેલ, સેનેટરી સમિતિમાં જિગીશા પટેલ, મેડિકલ સમિતિમાં ભાવિન ખારવા, વોટર વર્ક્સ સમિતિમાં હેમેન્દ્ર પ્રજાપતિ, પબ્લિક વર્ક્સ સમિતિમાં અર્પણ જોશી અને બાગ-બગીચા સમિતિમાં હેમાંગી મિસ્ત્રીનો સમાવેશ થાય છે. અન્ય સમિતિઓમાં પણ નિમણૂકો કરાઈ હતી. સમિતિઓની જાહેરાત બાદ વિપક્ષે સામાન્ય સભાની કામગીરી અંગે વિરોધ નોંધાવતા એજન્ડા ફાડી નાખ્યા હતા. બીજી તરફ, શાસક પક્ષે બાકીના એજન્ડાઓ બહુમતીથી મંજૂર કરીને ટૂંકા ગાળામાં સામાન્ય સભાની કામગીરી પૂર્ણ કરી હતી. સભા બાદ કોંગ્રેસના સભ્ય સમસાદ અલી સૈયદે શાસક પક્ષ પર પ્રજાહિતના પ્રશ્નોથી દૂર ભાગવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે સભ્ય જીગ્નેશ બ્રહ્મભટ્ટે રખડતા ઢોરો અને જાહેર સુરક્ષાના મુદ્દાઓ પર ગંભીર ચર્ચાની માંગ ઉઠાવી હતી. પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, તમામ સમિતિઓના ચેરમેન ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે અને વિકાસ કાર્યોને ગતિ મળશે. તેમણે કોઈપણ પ્રકારની નારાજગી હોવાનો ઇનકાર કરતા વિપક્ષના આક્ષેપોને માત્ર પ્રચાર મેળવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. બે મહિનાથી અટવાયેલી સમિતિઓની રચના પૂર્ણ થતાં પાલિકાના વહીવટી કામકાજને હવે ગતિ મળશે. જોકે, પ્રથમ સામાન્ય સભામાં જ જોવા મળેલી રાજકીય તીખાશને જોતા આગામી બેઠકોમાં પણ શાસક અને વિપક્ષ વચ્ચે ટકરાવના દ્રશ્યો યથાવત રહેવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલા હોસ્પિટલમાં બે મહિનામાં 25,086 OPD દર્દીઓ:મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં નિઃશુલ્ક સારવાર, મોરારિબાપુના આશીર્વાદથી હોસ્પિટલનું લોકાર્પણ
    Next Article
    Shah Rukh Khan’s co-star reveals silent battle with bulimia: ‘I wanted to hide and eat’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment